________________
૩. ઇન્દ્રિય પર્યાપ્તિ શરીરરૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી તથા રસરૂપે પરિણમેલ
પુદ્ગલોમાંથી, જે જે પ્રકારે ઇન્દ્રિયપણું હોય તે તે ઈન્દ્રિયરૂપે પરિણમાવે તે ઇન્દ્રિય પર્યાપ્તિ.
૪. શ્વાસોશ્વાસ કાસોચ્છવાસ યોજવી, આ
૧ ૪. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી જીવ જે શક્તિ વડે
શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોના વિશિષ્ટ સમુહને ગ્રહણ કરી શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવી, અવલંબી વિસર્જન કરે (છોડે) તે પર્યાપ્તિ.
પ. ભાષા પર્યાપ્તિ ઃ જીવ જે શક્તિ વડે ભાષા યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ભાષારૂપે
પરિણમાવી, અવલંબી વિસર્જન કરે તે શક્તિનું નામ ભાષાપર્યાપ્તિ. જીવ જ્યારે વચનક્રિયામાં સમર્થ થાય ત્યારે આ પર્યાપ્તિ પ્રગટ પણે કાર્યકારી જણાય.
I ૬. મન પર્યાપ્તિ ઃ જીવ જે શક્તિ વડે મનને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી, મનપણે
પરિણમાવી, અવલંબી વિસર્જન કરે તે શક્તિનું નામ મન પર્યાપ્તિ. જીવ જ્યારે વિષય ચિંતનમાં સમર્થ થાય ત્યારે આ પર્યાપ્તિની
વાસ્તવિક સમાપ્તિ થાય. મનુષ્ય અને તિર્યંચ આહાર પર્યાતિ એક સમયમાં અને પછીની પાંચ અંતમુહૂતકાળે સમાપ્ત કરે. દેવ, નારક, ઉત્તરવૈક્રિય અને આહારક શરીર સંબંધી આહાર પર્યાપ્તિ પ્રથમ સમયે, શરીર પર્યાપ્તિ અંતર્મુહૂર્ત અને શેષ ચાર એક એક સમયને આંતરે સમાપ્ત કરે. પર્યાપ્તાઃ જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી મરણ પામે તે જીવ
પર્યાપ્તા. અપચતા : સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વગર મરણ પામે તે અપર્યાપ્તા જીવ
છે. છતાં દરેક જીવ પ્રથમની ત્રણ પર્યાપ્તિઓ અવશ્ય પૂરી કરે. પતિઓનું દષ્ટાંત ઃ ઘર બાંધવા માટે જેમ કાષ્ટ, ઈટ, માટી, ચૂનો ઇત્યાદિ
પુદ્ગલસમૂહો ભેગા કરવામાં આવે છે, તેવી રીતે જીવ શરીરાદિ રચવા માટે તે તે યોગ્યતાવાળા પુદ્ગલોનું કેવળ ગ્રહણ કરે છે, તે
આહાર પર્યાપ્તિ. જેમ ઘર માટે ગ્રહણ કરેલા પદાર્થોમાંથી અહીં સ્તંભ, મોભ, ભીંત વગેરે થાય, તેવી રચના થાય છે. તેમ આહારથી ગ્રહણ કરેલા પુદ્ગલોમાંથી તે પુલોનું શરીર બનાવવું તે શરીર પર્યાપ્તિ.
%80%8%
96%66%66%96
%
a
s
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org