Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ છે. જે પોતાની બુદ્ધિનાં માહાસ્યથી બૃહસ્પતિનો રોલ કરનાર પાંચસો મંત્રીનો પ્રધાન, સંપૂર્ણ મહારાજ્યનો ભારવહન કરવામાં અતિ ઉત્તમ બળદ સમાન છે. રાજારાણીનો પાંચ પ્રકારનાં મન અને ઈન્દ્રિય સંબંધી વિષય સુખ અનુભવતા ધર્મ અને અર્થને ઉપાર્જન કરતા, શ્રી શ્રમણ સંઘની પૂજામાં તત્પર રહેતાં, વીર પ્રભુની આરાધના કરતાં કાળ પસાર થઈ રહ્યો છે !
આ બાજુ સમુદ્ર મધ્યે રહેલો આર્કિક નામનો દેશ છે. તેમાં આર્ટિકપર નામનું નગર છે. ત્યાં પ્રણામ કરતાં અનેક મોટા સામંતના મસ્તકના મુકુટ મણિયો થી સાફ કરાયેલ પાદ પીઠવાળો આર્કક નામે રાજા છે. તેને રૂપાદિ ગુણગણથી દેવસુંદરીનો તિરસ્કાર કરનારી આક્કા નામની રાણી છે. તેઓનો પ્રધાન હારની જેમ ગુણસમૂહનો આવાસ, પ્રાણીઓના સંતાપનો નાશકરનાર, શાસ્ત્ર સમૂહનો નિવાસ, શુદ્ધ મનનો આશ્રય, ઘણાં નરનારીઓનાં હૃદયને આશ્વાસન આપનાર, અતિશુદ્ધપણાથી દોષરહિત આર્દકકુમાર નામે પુત્ર છે. અને તે જન્માંતરમાં ઉપાર્જિત વિશિષ્ટ સુખને અનુભવતો રહે છે.
આ બાજુ શ્રેણિક રાજા અને આર્દક રાજાની પૂર્વપુરુષની પરંપરાથી આવેલી પ્રીતીનાં પાલન માટે દરરોજ પરસ્પર પ્રધાન ભેટ મોકલવા વડે કાળ પસાર થાય છે.
એક વખત શ્રેણીકરાજાએ મોકલેલો મોટો દરબારી (મંત્રી) આવ્યો અને તેણે પ્રતિહારને મોકલી નિવેદન કરાવ્યું કે હે દેવ ! શ્રેણિક રાજાનો પ્રતિનિધિ દ્વાર ઉપર ઉભો છે. તે સાંભળી નેહરસને ધારણ કરતાં પ્રગટ ભેદાતાં રોમાન્ન કન્નુકવાળા રાજા વડે કહેવાયું કે “જલ્દી પ્રવેશ કરાવ” એ પ્રમાણેના વચન પછી મંત્રીએ તરત પ્રવેશ કર્યો. પ્રણામ કરી, આપેલાં આસન ઉપર બેઠો. રાજાએ યથોચિત તાંબૂલ વિ. આપવા વડે તેને સન્માનિત કરી અને કીધું કે
ઓ ! પ્રતિનિધિ ! સપરિવાર મહારાજા શ્રેણિક કુશલ છે ? તેણે કીધું કે દેવ ! કુશલ છે. ત્યાર પછી પ્રતિનિધિએ શ્રેષ્ઠ વસ્ત્ર, કાંબલ, નિંબપત્ર, ચંદરવો વિ. ઉપહાર રાજાને સમર્પિત કર્યા. અને તે દેખી રાજાએ કહ્યું કે શ્રેણીક રાજાને મુકી અમારે અન્ય કોણ પરમ બાંધવ છે ?, ત્યારે પોતાના પિતાના અત્યંત સ્નેહ સંભ્રમ સારવાળા વચનો સાંભળીને આર્તકકુમારે કીધુ હે તાત! આ શ્રેણીક મહારાજ કોણ છે ? તેથી રાજાએ કીધુ હે પુત્ર ! મગધજનપદનો અધિપતિ પોતે મહાશાસનવાળો રાજા છે અને તેની સાથે આપણી કુલકમથી આવેલી ગાઢ પ્રીતિ છે. અને તેનો આ પ્રતિનિધિ ભેંટણાઓ ગ્રહણકરી આવેલો છે. ત્યારપછી પ્રતિનિધિને ઉદેશી આર્કકકુમારે પૂછયું ભો ! તમારા સ્વામીને