________________
અને તે પામવાનો હેતુ પણ એ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું છે. અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, અવલોકન
સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; “હિં તુહિ” વિના બીજી રટના રહે નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. એ એક વાર જો યથાયોગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહાર-વિહાર
કરાય તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને [ પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે.
0 પત્ર ક્રમાંક ૧૭૨ : મુનિશ્રી જ કે અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે, આ છે. એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, છે
ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય !
નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સપુરુષોની ભક્તિ પ્રત્યે લીન છે થવું, સપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન
કરવું, સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન 4 કરવાં, તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. " આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક શું લખવું? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ! ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે જ છે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org