Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 23 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ સંક્ષેપમાં નિર્દેશ કરવો એ જ ઉદ્દિષ્ટ છે. આદિ તીર્થકર ઋષભદેવથી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પહેલાના સમયને આપણે અનૈતિહાસિક માની લઈએ તો પણ પાર્શ્વનાથ અને મહાવીરનાં અનુપમ ચરિત્રો, એમનો આદર્શ ઉપદેશ અને એમના અનુયાયીઓનાં ધાર્મિક જીવન આપણને ખાતરી કરાવે છે કે તે મહાપુરુષોએ માનવી જીવનનું ધ્યેય નક્કી કરીને અને ધ્યેયસિદ્ધિના ઉપાયોને વ્યવસ્થિત રીતે સુધારી તેમાં ઉમેરો કરીને આર્યસંસ્કૃતિને વિશુદ્ધ અને વિસ્તૃત બનાવી છે. મહાવીરના સમયની પરિસ્થિતિ એ તો સર્વવિદિત છે કે બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા, તે સમયે વૈદિકધર્મ પ્રચલિત હતો. એ બન્ને મહાપુરુષોના ઉપદેશ ભર્યા આગમોમાં અને પિટકગ્રંથોમાં તત્કાલીન પરિસ્થિતિનો પરિચય આપતા અનેક પ્રસંગો નોંધાયા છે. તે પરથી તેમજ વૈદિક વાય ઉપરથી આપણે વૈદિક માન્યતાઓનો અને તે વખતની પરિસ્થિતિનો અભ્યાસ કરી શકીએ છીએ. યજ્ઞયાગ અને વર્ણાશ્રમવ્યવસ્થા વૈદિક ધર્મની વિશેષતા છે. કોઈપણ ધર્મનો ઉદય તેની પ્રજાના ઐહિક અને આત્મિક સુખશાંતિના વિકાસ અર્થે જ થાય છે. યજ્ઞયાગ કે વર્ણાશ્રમવ્યવસ્થા આર્યાવર્તના અભુદય અર્થે જ હતાં, પણ ભગવાન મહાવીર અને બુદ્ધના સમયે ધર્મનાં તે સુંદર તત્ત્વો સડી ગયાં હતાં. જૈન અને બૌદ્ધ મૂળ ધર્મગ્રંથોમાં આવતાં યજ્ઞયાગનાં દિલ કંપાવનારાં વર્ણનો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે દેશમાં દાનવૃત્તિની અને સુખશાંતિની વૃદ્ધિ અર્થે થતા યજ્ઞો પ્રજાની સર્વશ્રેષ્ઠ સંપત્તિરૂપ પશુઓની સ્વાહા' બોલાવતા. પ્રજાનાં હજારો પશુઓનો થતો વધ સુખશાંતિ અર્પવાને બદલે, સંતાપ અને વિલાપ જ અપી જતો. પ્રજા પાસેથી પરાણે લેવાતાં પશુઓ અને નજરાણાંઓએ તેનામાં ભયની અને તિરસ્કારની લાગણી પૂરતા પ્રમાણમાં પ્રવર્તાવી હતી. પરંતુ માત્ર યજ્ઞયાગ સંબંધ અસંતોષ કે તિરસ્કાર ન હતો, વર્ણાશ્રમવ્યવસ્થામાં પણ જન્મગત ઊંચનીચના ભેદભાવોએ એટલું જ તીવ્રરૂપ લીધેલું હતું. બ્રાહ્મણો પોતાને જ સર્વત્ર શ્રેષ્ઠ સમજતા હતા. હલકા કુળના લોકોને અસ્પૃશ્ય અને ત્યાજ્ય ગણતા. સ્પર્શની બાબતમાં તેમનો સામાજિક બહિષ્કાર