Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 344 - આપનાર વિદ્યાલયના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલની સેવાઓનો ઉલ્લેખ કરવો પણ અનિવાર્ય થઈ પડે છે. તેમના ટ્રસ્ટ તરફથી અગાઉ અપાએલ દાન દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વલ્લભવિદ્યાનગરની તથા વડોદરાની શાખાઓ સુંદર રીતે કાર્યરત રહી છે. શ્રી પ્રતાપભાઈ ભોગીલાલના દાદા શેઠશ્રી લહેરચંદ ઉત્તમચંદનું નામ ત્યાંનાં વિદ્યાર્થીગૃહોને અપાયું છે જે તેમની કાયમી સ્મૃતિનું પ્રતીક છે. કેટલીક વ્યક્તિઓનો સ્પર્શ પારસમણિ જેવો હોય છે. જે કોઈ ક્ષેત્ર સાથે તેમનો સંબંધ બંધાય તે ઝળહળતી સફળતા મેળવે છે. સદ્ગત અમરભાઈ જરીવાલા (સ્વર્ગવાસ, 24 નવેમ્બર, 1992) એક આવું વ્યક્તિત્વ હતું. સાહિત્ય, શિક્ષણ, રાજકારણ, રંગભૂમિ, સમાજજીવન, વ્યવસાય વગેરે ક્ષેત્રોમાં સ્વ. અમરભાઈનું યશસ્વી અને નોંધપાત્ર પ્રદાન રહ્યું હતું. મુંબઈના સાંસ્કૃતિક ટ્રસ્ટી તરીકે તેમણે આપેલ સેવાઓ અવિસ્મરણીય રહેશે. સ્થાપિત હિતો સામે તેમણે સતત ક્રાંતિની મશાલ પ્રગટાવી હતી. એક સન્નિષ્ઠ અને પ્રામાણિક કાર્યકર ઉપરાંત કુશળ આયોજક તથા સુધારાવાદી દષ્ટિબિંદુ ધરાવનાર અમરભાઈએ જૈન અને જૈનેતર સમાજના હૃદયમાં પ્રીતિપાત્ર તથા આદરપાત્ર વ્યક્તિ તરીકે સ્થાન મેળવ્યું હતું. આ વિદ્યાલયની હાલની સમિતિઓમાં બિરાજમાન સભ્યો જૈન સમાજની અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને ઉદ્યોગ, ધંધા વગેરે ક્ષેત્રોમાં તથા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ મોભાના સ્થાને બિરાજે છે. સહકાર સાંપડ્યો છે જેમાં શેઠશ્રી શ્રેણીકભાઈ કસ્તુરભાઈ, શેઠશ્રી ઉત્તમભાઈ નાથાલાલ મહેતા જેવાનાં નામો ઉલ્લેખપાત્ર છે. એક મહાન આધ્યાત્મિક સંત અને જૈનાચાર્ય દ્વારા પ્રેરિત આ ક્રાંતિકારી ઘટનાને આજે 75 વર્ષના વહાણાં વાઈ ગયાં છે. પોણી સદીના આ કાળખંડ દરમિયાન લગભગ 90 જેટલા યુવાનોએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માધ્યમથી જીવનવિકાસમાં પ્રગતિ કરી છે. અસંખ્ય વિદ્યાર્થીઓએ મેડિકલ, એન્જિનીયરિંગ, ટેકનોલોજી, ઉદ્યોગ, વ્યાપારક્ષેત્રે તો વળી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને વકીલાત જેવા વ્યાવસાયિક અને વ્યાપાર ક્ષેત્રોમાં પણ