Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 197 ગુરુ વંદના બે સૂતાં હતાં એ બહેને વાત કરી, “તને ખબર છે ને? અહીં ચાર વાગે બધાંને ઊઠવાનું હોય છે.' મળસ્કે ચાર વાગે ઊઠી જવાની વાત ગમે એવી તો નહોતી જ! અને છતાં ચાર વાગે ઊઠવું છે એ ધાસકાથી આખી રાત નિરાંતે ઊંઘી ના શકી. જરા આંખ મળે ત્યાં ઝબકીને જાગી જવાય, ચાર વાગશે તો?” ચાર વાગ્યા ત્યારે તો ઠણ-દાણ ઘંટ વાગ્યો. બધાં ચપોચપ ઊઠી ગયાં. પથારીઓ ઉપાડી પોતપોતાનાં ફાનસ લઈ ચાલ્યાં પણ ગયાં. હું ઊઠી તો ખરી. પણ મારી પાસે ફાનસ પણ નહોતું. અને ક્યાં જવાનું એ પણ ખબર નહોતી! જરા આમ તેમ કરી હું ફરી પથારીભેગી થઈ. મનમાં વિચાર્યું ‘આ બધાં દોડી ગયાં હશે ત્યાં પ્રાર્થના કરવા. પણ આટલાં બધાં માણસોમાં મને આટલી નાની છોકરીને કોઈ ઓળખતું પણ નથી. અને અંધારામાં કોને ખબર પડવાની હતી! હું જાઉં કેન જાઉં.. કાંઈ ફેર નથી પડવાનો!” અને પછી નિરાંતે ઊંઘી ગઈ. નિરાંતે સાત વાગે ઊઠી. આખા ખંડમાં કોઈ નહોતું. બધાં પોતપોતાને કામે ગયા હશે એવું માની દાતણપાણી નિરાંતે કરી કપડાં લઈ હું નહાવા ગઈ. ત્યાં પણ બધું સૂમસામ હતું. ખૂબ પાણી લઈ નહાવા ધોવાનું પતાવ્યું. ખાદીનાં જાડાં કપડાં. બરાબર નિચોવતાં પાગ ના ફાવ્યાં. એ ભારેખમ બોને ઓરડા સુધી લઈ કેમ જવો? કપડાં નાંખ્યાં ખભાપર અને આરામથી જતી હતી ત્યાં સામેથી ખુદ બાપુજ આવતા દેખાયા! આનંદ પણ થયો અને અકળાઈ પણ ગઈ.. આ વેશે પ્રણામ પણ ના કરી શકાય! બાપુએ મારી સામે જોઈ હસીને પૂછયું કાલે સાંજે આવી કેમ?” “જી” મેં કહ્યું, કાવે છે અહીં?” “જી” હું તો પછી સવારે પ્રાર્થનામાં ના દેખાઈ - કેમ? ઊઠી નહોતી ?' ‘ઊઠવાનો સવાલ જ ક્યાં હતો? રાતભર લગભગ જાગતી જ હતી!” મેં કહ્યું. એમ? તો પછી કેમ ના આવી ?' - બાપુ! ક્યાં જવું એ ખબર નહોતી. અને. અંધારું બહુ હતું. મને બીક લાગી!' કહેતાં કહેવાઈ તો ગયું.. પણ થયું હવે બાપુ બહુ વશે.. આકરી સજા ઠપકારશે. આ મોટા માણસોનું ભલું પૂછવું. આમ કહેશે સાચું બોલવું.. પણ.. સામે જોયું તો બાપુ ખિલખિલાટ હસતા હતા. વઢયા નહીં, કાંઈ નહીં! માથાપરથી માણનો ભાર ઊતર્યો હોય તેમ હું પણ હસી! પછી તો આપણારામ ફાવી જ ગયા! હવે બાપુને જ ખબર હતી