Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 269 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ " શ્રી દાદા ધર્માધિકારીએ જ વર્ણવેલા એક નાનકડો પ્રસંગ પરથી મળી રહે તેમ છે. કૉલેજનો વિદ્યાર્થી : અમારી બહેન રસ્તે જતી હોય, ને કોઈ ગુંડો - એની છેડતી કરે, તો શું અમે અહિંસક રહીએ? ચૂપચાપ જોયા કરીએ? ‘ચૂપચાપ જોયા શા માટે કરો? પણ પહેલાં તો એ કહો કે આવા પ્રસંગ કેટલા પડ્યા?” હજી તો પડ્યો નથી, પણ પડે કે ખરો.' “ઠીક, ધારો કે પ્રસંગ પડયો, તો તમે શું ઈચ્છો છો?' એવે વખતે અમે કેવી રીતે ચૂપ રહી શકીએ?' હા, તો ચૂપ ન રહેશો. જો એવું કાંઈ થતું નજરે ચડે તો એનું માથું વાઢી લો, હું ગાંધી પાસેથી તમને અહિંસાનું સર્ટિફિકેટ લાવી આપીશ. પણ એક શરત છે.' શી?' ‘જે છોકરીઓ સાથે તમે સ્કૂલમાં બેસો-ઊઠો છો, રમો-કૂદો છો, વાંચો-લખો છો, એમની તરફ જોવાની તમારી પોતાની દષ્ટિ કેવી છે? અને એ દષ્ટિમાં જે કાંઈ ફરક હોય તો માથું વાઢવાના કાર્યક્રમનો આરંભ તમારી જાતથી જ કરી દો!” “બસ, આટલી સરખી શરત સાંભળીને એ તો બેસી જ ગયો!' આ પ્રસંગ ઉપર ટિપ્પણી કરવાની કોઈ આવશ્યકતા ખરી? વાતનો સાર એટલો જ કે નિર્માલ્યતાનું ઉપાસન આપણું પોતાનું મન, વર્તન અને જીવનદષ્ટિ છે, અહિંસાનો ઉપદેશ કે પાલન નહિ. અહિંસાના મર્મને કે છે તેની તાકાતને પ્રીછયા વિના જ, ફક્ત ગાડરિયા પ્રવાહમાં તણાઈને કે ચબરાકિયાવેડાનો ભોગ બનીને, અહિંસાથી આ દેશની પ્રજા નમાલી બની ગઈ છે, તેવું અંધશ્ચરું અને વળી અજુગતું વિધાન કરી દેવામાં ડંફાશ હશે પણ બહાદુરીનો અંશ નહિ, અને વિવેક તો નહિ જ. આ આખા લેખનો નિષ્કર્ષ એટલો જ કે જો આપણું મને સંકુચિત સ્વાર્થ, અન્યની ઈર્ષ્યા, પરપીડનવૃત્તિ જેવાં મલિન તત્ત્વોને મનાવટો આપે અને પરમાર્થવૃત્તિ, ઉદારતા, સહિષ્ણુતા, વિવેક, કુનેહ જેવાં બળોને અપનાવે, તો એક બાજુ અહિંસાનું સત્ત્વ હાથવગું થાય, અને બીજી બાજુ નિર્માલ્યતા કાયમી ધોરણે ખતમ થાય, અને તો કોમવાદ કે ત્રાસવાદના પ્રસંગોએ થતી હિંસાખોરી વખતે આપણું વ્યક્તિગત તથા સમાજગત કર્તવ્ય શું તે સમજવું અઘરું નહિ રહે.