Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 290. શ્રી મોહનલાલ દ. દેશાઈનું પત્રકારિત ન્યાય-ર્તકના અભ્યાસનું પ્રયોજન વગેરે વિષયોનો સમાવેશ થાય છે. એ દર્શાવ છે કે મોહનભાઈનું ચિંતનનું ક્ષેત્ર બહોળું છે. ચરિત્રાત્મક તંત્રીનોંધોમાં ઘણુંખરું કોઈ વ્યક્તિવિશેષના નિધન પ્રસંગની શોકાંજલિઓ છે, અથવા તો કોઈની ઊંચા હોદ્દા પર નિયુક્તિ, બઢતી, ચૂંટણીમાં વિજય કે પરીક્ષાની ઉત્તીર્ણતા જેવા પ્રસંગોએ અપાયેલાં અભિનંદનો છે. એ નિમિત્તે મોહનભાઈ સંક્ષિપ્ત વ્યક્તિ પરિચય પણ આપે છે. આવી શોકાંજલિઓમાં રણજિતરામ મહેતા, લાલા લજપતરાય, શેઠ દેવકરણ મૂળજી, નરોત્તમદાસ ભાણજી આદિનો સમાવેશ થાય છે; તો અભિનંદનોમાં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સભ્યપદે ચૂંટાવા બદલ મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, જર્મની પ્રયાણ પ્રસંગે જિનવિજયની વિલાયતની સિવિલ સર્વિસમાં ઉત્તીર્ણ થવા બદલ લાહોરના લાલા રાયચંદ અને ઈંગ્લેન્ડમાં બેરિસ્ટરની છેલ્લી પરીક્ષામાં પસાર થતા મકનજી મહેતા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંડિત દેવચંદ્રજી, પૂજ્ય વિજયવલ્લભસૂરિજી, રસિકલાલ પરીખ વગેરે વિશે પણ જુદે જુદે સંદર્ભે ચરિત્રાત્મક નોંધો છે. સંસ્થા પરિચયોમાં છાત્રાલયો, અશક્તાશ્રમ, યુનિવર્સિટી, કૉન્ફરન્સો, જ્ઞાનમંદિરો, પરિષદો, સહકારી સંસ્થાઓ તેમજ અનેક ધાર્મિક સંસ્થાઓ અને એમની પ્રવૃત્તિઓ વિશેની પ્રાસંગિક નોંધો મળે છે. આ ઉપરાંત હેરલ્ડ' અને જેનયુગમાં તંત્રી તરીકે મોહનભાઈએ કરેલાં પ્રાસંગિક નિવેદનો, ખાસ અંકો માટે કરેલાં સૂચનો, વિષયસૂચિઓ, નિયંત્રણો, છણાવટો વગેરે એમની સામયિક વિષયક નોંધો છે. પ્રકીર્ણ તંત્રીનોંધોમાં નૂતન વર્ષે વ્યક્ત કરેલી મંગલ કામનાઓ, શુભેચ્છાઓ, પોતાને નૂતન વર્ષે પ્રાપ્ત થયેલી શુભ કામનાઓના નમૂના, મોહનભાઈએ કરેલા જ્ઞાનપ્રવાસો ને તીર્થપ્રવાસો વગેરેનો સમાવેશ થાય છે. સ્વીકાર અને સમાલોચના : પાડી તે પોતાના સામયિકને મળેલાં પુસતકોની નાની-મોટી સમાલોચનાની. ‘સ્વીકાર અને સમાલોચના' એ શીર્ષક નીચે મળેલાં પુસ્તકોની ટૂંકી સમીક્ષા, પ્રકાશિત થતી. નાનીમોટી મળીને કુલ 222 પુસ્તકોની, 28 સામયિકોની અને ૫સંસ્થાઓના અહેવાલોની - એમ કુલ 300 પ્રકાશનોની આ વિભાગમાં સમાલોચના કરાઈ છે. આ ઉપરાંત જેની સમાલોચના નથી કરાઈ અને માત્ર સ્વીકારનોંધ