Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 299 પુણ્ય કાર્ય કર્યું? - વાસુદેવ મહેતા બીજી બાબતોની જેમ વર્તમાનપત્રો તથા અન્ય સામયિકોના કર્તવ્યમાં પણ ગુજરાત પશ્ચિમ ભારતના બીજા પ્રદેશો કરતાં જુદું પડે છે. વર્તમાનપત્રો, અઠવાડિકો, માસિકો વગેરે બધા પ્રકારનાં સામયિકો માટે આજકાલ ‘પ્રિન્ટ મિડિયા' શબ્દ પ્રચલિત છે. “પ્રિન્ટ મિડિયામાંથી અહીં માત્ર વર્તમાનપત્રો વિષે ચર્ચા કરી છે. અઠવાડિક સમાચારપત્રો પણ તેમાં આવી જાય છે. | સમાચારપત્રોની શરૂઆત વાચકોને દેશ-દુનિયાના સમાચાર ઘેરબેઠાં પૂરા પાડવાના હેતુથી થઈ, તેમ ગુજરાતમાં પણ પહેલું વ્યવસ્થિત દૈનિક ‘મુંબઈ સમાચાર” વેપારી વર્ગ અને જાહેર બાબતોમાં રસ લેનારાને અત્રતત્રના સમાચાર આપવા માટે નીકળ્યું હતું. આજે ગુજરાત રાજ્યમાં પીસ્તાલીસ દૈનિક અને અઢીસોથી વધુ અઠવાડિક પ્રગટ થાય છે. | ગુજરાતી વર્તમાનપત્ર ૧૯મી સદીમાં વધ્યાં અને તેમણે સમાચારની સાથેસાથે સમાજ-સુધારાના પ્રશ્નોમાં પણ જોરશોરથી ઝંપલાવ્યું. વીસમી સદીમાં ગુજરાતી પત્રો સમાજ-સુધારા સાથે સાથે આઝાદીની લડતનાં વાજિંત્ર બન્યાં. આ સદીના પૂર્વાર્ધ સુધીમાં તેમણે સમાજસુધારણા તથા રાષ્ટ્રીય જાગૃતિ માટે ઘણું કામ કર્યું છે. ગુજરાત રાજકારણ, સામાજિક પ્રગતિ, કલા, સાહિત્ય વગેરેમાં જેનાથી આજે ઊજળું છે તેની માવજતનો યશ 1950 પહેલાંના વર્તમાનપત્રોને ફાળે જાય છે. 'પ્રજાબંધુ' અને સયાજી વિજય” સાપ્તાહિકોએ સાહિત્યસેવામાં ધારાવાહી નવલકથાઓ પ્રગટ કરી અને ભેટ પુસ્તકો તરીકે પણ નવલકથાઓ આપી. ‘ફૂલછાબ' એ પોતાની ઉત્તમ સામગ્રી પુસ્તિકાઓરૂપે આપી જ્યારે 'જન્મભૂમિ'માંથી ઝવેરચંદ મેઘાણીનાં લખાણો