Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 321 4. અષ્ટકમલલ - ભગવતીકુમાર શર્મા અકમલદલ પદ્મપ્રકાશિત યશવિદ્યા ધન લાભ જ * ગૌરી...!” હા, કમલબહેનનું સાચું નામ આ અને આવતું હતું, પણ પોતાની જીભનો લોચો વાળ્યા વિના કોઈ તેમને આ નામે બોલાવવાની હિંમત કરી શકે તેમ ન હતું. કમલબહેનના એક મામા સંસ્કૃતના પંડિત હતા. ભેજું બુટ્ટાદાર, એટલે તેમણે પોતાની નમાયી ભાણેજનું નામ પણ આવું અટપટું પાડી દીધું; | ‘અકમલદલ પદ્મપ્રકાશિત....' ઇત્યાદિ! પરંતુ પૂરા ચોવીસ અક્ષરના આ નામમાંથી બઆ તો માત્ર ત્રણ: ક-મ-લ અને એટલું જ પર્યાપ્ત હતું. મૂળ નામ છેક વિસરાઈ ગયાનો મામા સિવાય કોઈને રંજ નહોતો! મરણિયા પ્રયત્નો કર્યા તેમણે કમલ પાસે તેનું ખરું નામ ગોખાવવાના. સફળ પણ થયા. કમલની બુદ્ધિ કુશાગ્ર હતી. નામ સંસ્કૃત શ્લોકના ચરણની જેમ બોલતાં આવડી ગયું, પણ વાત ત્યાં પૂરી થઈ. નિશાળમાં નામ તો નાનકડું જ નોંધાયું : કમલ પરંતુ આજથી સાઠ સિત્તેર - પંચોતેર વર્ષ પહેલાંના સમયમાં નીચલા મધ્યમ વર્ગની છોકરીઓના ભાગ્યમાં ઝાઝું ભાગવાનું લખાયેલું નહોતું, તેમાં કમલ તો મા વિનાની. તેને જન્મ આપીને રેવાબાઈ મરણ પામેલી. બાપ ગંજેરી-ભંગેરી. મોટાં ત્રણ-ચાર ભાઈ-બહેનો. ગરીબી પારાવાર. સાતેક વર્ષની ઉમરથી જ કમલ રાંધણિયામાં ગોંધાઈ ગઈ. પણ કોઠાસૂઝ છરીની ધાર જેવી તીણી, એટલે કમલ જે કાંઈ કરે તેમાં જુદી તરી આવે. દરેક કામમાં કશોક પોતીકો સ્પર્શ ઉમેરે જ.