Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 334 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 47. શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક ઝલક - સી. એન. સંઘવી શ્રી મહાવીર જૈન વિદ્યાલય એટલે માતા સરસ્વતીનું એક અનોખું મહોત્સવ પ્રસંગે એ યાત્રાપથ પર પડેલાં અનેક વિરલ પગલાંઓને, તે પગલાં પાડનારી વિરલ વ્યક્તિઓની સ્મૃતિઓને અને ભવ્ય અતીતને યાદ કરવાનો અને બિરદાવવાનો અવસર પ્રાપ્ત થયાની તૃપ્તિ અનુભવાય છે. વિદ્યાલયના પાયામાં રહેલાં જૈન સમાજના અણમોલ રત્નોની પુનિત સ્મૃતિને વંદના કરવાનું સદ્ભાગ્ય આજે સાંપડ્યું છે. અમારી સર્વપ્રથમ વંદના છે મા સરસ્વતીને. વિદ્યાની એ દેવીને નતમસ્તકે કહીએ છીએ, હે મા શારદા! અમે તારી પૂજા અધૂરી ન રહે તે માટે યથાશક્તિમતિ પુરુષાર્થ કર્યો છે. હે સરસ્વતી! તું અમારા હૃદયમાં નિવાસ કરજે. તારી સતત પૂજા કરતા રહીએ એવી શક્તિ અર્પજે કેમકે તારી અર્ચનામાં જ જીવનની ઉન્નતિ છે. તારી વીણાનું વાદન સતત અમારા મનહૃદયમાં પવિત્ર વિચારોને જન્મ આપ્યા કરે એવી પ્રાર્થના કરીએ છીએ. સંસ્થાના અમૃત મહોત્સવ પ્રસંગે અમારું મસ્તક પુણ્યશ્લોક, યુગપુરુષ, કાંતદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના ચરણ-કમળમાં પણ નમી પડે છે. પુણ્ય પ્રકાશને પાથરનારી આ વિશ્વજ્યોતિએ ભગવાન શ્રી મહાવીરની પરમ કલ્યાણ દષ્ટિને આત્મસાત કરીને જ્ઞાનની ગંગાને ભારતની આ ધરતી પર રેલાવવાની અમને, જૈન સમાજને પ્રેરણા આપી હતી. આચાર્યશ્રીની અમૃતવાણીએ જૈન શ્રેષ્ઠીઓનાં હૈયામાં એક શિવસંકલ્પને જન્મ આપ્યો હતો