Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 340. . અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ ઉપરાંત જૈન સાધુ-સાધ્વીઓ, જ્ઞાનપિપાસુઓ તથા સંશોધકો પણ લે છે. સરિતા જેમ બે કાંઠે વહે છે તેમ સંસ્થાસરિતાને પણ બે કાંઠા હોય છે. એક કાંઠો આર્થિક તો બીજે વ્યવસ્થાનો. સંસ્થાના કાર્યકરોની સતિ ભાવના અને તેમના કાર્યની સતત પ્રવૃત્તિશીલતા, અગાધ શ્રમ અને પ્રયત્નો, આ બધું જ મંદિરના ચણતરમાંના પથ્થરો છે જેમાંથી મંદિર રચાય છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં એવાં સદ્ભાગ્ય છે કે તેને એક એકથી ચઢિયાતા, સાચા અર્થમાં શ્રી મહાવીર પૂક્કો એવા ખરેખર જૈન કાર્યકર્તાઓ મળતા રહ્યા છે. સંસ્થાનું મંત્રીપદ આ માટેનું અતિ કસોટીરૂપ આસન હોય છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામંત્રી તરીકે સેવા આપનાર સજ્જન હતા શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા જેમણે સતત ચોંત્રીસ વર્ષ સુધી આ કાર્ય દીપાવ્યું હતું. શ્રી મોતીચંદભાઈ સમાજમાં ઘણું પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા હતા. તેમને સાહિત્ય, સમાજ, ધર્મ, શિક્ષણ વગેરે અનેક બાબતોમાં રસ હતો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેઓ પ્રાણસમાન હતા. માત્ર માનદ્મંત્રી તરીકે જ નહિ પણ તેમણે અનેક જુદા જુદા હોદ્દા ઉપર રહીને કે હોદ્દાઓ વગર પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પ્રવૃત્તિથી ધમધમતું રાખ્યું હતું. તેમની સેવાઓને ધ્યાનમાં લઈને તા. ૭-૯-૧૯૪૮ના રોજ “શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સન્માન સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ દ્વારા તેમનું સન્માન ૨૮મી માર્ચ ૧૯૪૯ના રોજ ભવ્ય સમારંભ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને અર્પણ થનાર થેલીમાં રૂપિયા ઈકોતેર હજાર જેવી માતબર રકમ ભેગી થઈ હતી. શ્રી મોતીચંદભાઈએ ભાવવિભોર થઈને એમાં પોતાના તરફથી બીજા રૂપિયા પાંચ હજાર ઉમેરીને આ રકમ જૈન સાહિત્યના પ્રકાશન માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ભેટ આપી દીધી હતી. સંસ્થા માટે ગર્વની વાત એ હતી કે આવા મહાન સમાજ-સેવકને હૈયે એમણે ઘડેલી, પોથેલી, રગેરગમાં ઓતપ્રોત થયેલી સંસ્થા પ્રત્યે લાગણીનાં મૂળ એટલાં ઊંડાં હતાં કે રાજીનામું આપતા પત્રમાં પણ એમનાથી લખાઈ ગયું : હું મેનેજિંગ કમિટિની ચર્ચામાં ભાગ લઈશ. માત્ર રાજીનામું અત્યારની મારી નાદુરસ્ત તબિયતને અંગે અને સામાન્ય સગવડ માટે આપું છું. વિદ્યાલય