Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 293 પૌત્ય પરિષદ વગેરેનાં અધિવેશનોના અહેવાલ, ટિપ્પણી વગેરે રજૂ કરી એમણે સમકાલીન પ્રવાહો સાથે રહેવાની પત્રકારની ફરજ નિભાવી છે. આ રીતે, પોતાના તંત્રીપદ હેઠળ હેરલ્ડ' અને 'જૈનયુગ'માં મોહનભાઈ એટલું બધું લખતા રહ્યા છે કે ક્યારેક તો એવી છાપ પડે કે આખો ને આખો અંક જ તંત્રીએ લખી નાખ્યો છે. આગળ જોયું તેમ આ પણ એમનો પ્રીતિ-શ્રમ જ ને! આમ, પત્રકાર તરીકે, વિશેષ કરીને જૈન પત્રકારત્વને ક્ષેત્રે મોહનભાઈનું એક આગવું યોગદાન છે. એમણે વકીલાતનો વ્યવસાય કરતાં કરતાં, કેવળ સાહિત્ય અને વિદ્યાપ્રીતિએ ખૂબ શ્રમ લીધો છે. એમની પાસે સંશોધકની દષ્ટિ છે, મળ્યું તે સંઘરી લેવાની ચાનક છે, જે ભેગું કર્યું તેની રજૂઆત માટેનો એક વ્યવસ્થા-નકશો છે. તેઓ અસંખ્ય હસ્તપ્રત-ભંડારો ફેંદી વળ્યા છે. હસ્તપ્રતો, પ્રતિમાલેખો, દસ્તાવેજો, વિજ્ઞપ્તિપત્રો ને પટ્ટાવલિઓ તેમણે પ્રાપ્ત કર્યા છે, અનેક પુસ્તકો આંખ તળેથી પસાર કર્યા છે, ખૂબ ઊંડું વિચાર્યું છે ને એમાંથી જે-જે યોગ્ય જણાયું તે સમાજ સમક્ષ ધર્યું છે. ભલે એમણે જે કંઈ કામ કર્યું તે જૈન ધર્મ અને જૈન સાહિત્ય સંદર્ભે કર્યું હોય, પણ એમાં ક્યાંયે ધર્મઝનૂનનો અંશ માત્ર નથી. ઊલટાનું એમના ઉગારો અને લખાણોમાં ઠેરઠેર હૃદયની ઉદારતા અને રાષ્ટ્રીયતાના રંગ ભળ્યાં છે. એમણે પત્રો ચલાવતાં ઊહાપોહ પણ સર્યો છે ને વિરોધ પગ વહોય છે, પણ એ બધાની પાછળ સત્યનિષ્ઠાનું બળ છે. નિખાલસતા, પારદર્શિતા, ભદ્રતા અને સૌજન્યશીલતા જે વ્યક્તિવલક્ષણોથી શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈનું પત્રકારિત્વ પરિપ્લાવિત થયું છે.