Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 288 શ્રી મોહનલાલ દ. દેશાઈનું પત્રકારિત તાળીઓમાં (કાર્ય) શકિત * વેડફાઈ જાય છે. મૂગી સેવા, પક્ષાપક્ષી વગર ઉદાત્ત ઉદારતા અને પરમ સહિષ્ણુતા રાખી, કર્યો જવામાં જ પ્રજાને આગળ વધારી શકાય છે અને પ્રજાને તૈયાર કરવાનું વીજળીબળ પેદા કરી શકાય છે. બીજાને ખોટા ઉતારી પાડી પોતાની લડાઈનાં વાજં વગાડવામાં સાધુતા નથી. વેશમાં, વાર્તાલાપમાં કે કૃતિમાં સાદાઈ, સીધાઈ, ચીવટાઈ અને ચોકસાઈમાં સાધુતા છે - ગુણચારિત્રનું ઘડતર છે. આ વાતો અમે પત્રકારો સમજી લઈશું, કાર્યમાં ઉતારીશું ત્યારે પ્રજાને સત્ય સંદેશો મળશે, પ્રજા આગળ ધપશે અને અરસપરસ બિરાદરીને આલિંગન દઈને હદયેહૃદય ભેટાડી સ્વાધીનતતાની દેવીની આરાધના માટે એક સાથે ઝૂઝીશું.” ('જૈન યુગ, પુ. 3 અંક 1-2, ભાદ્રપદ-અશ્વિન 1993, 5-2. પરની તંત્રીની નોંધ.) પત્રકારોનું કર્તવ્ય સમાજના દુ:ખદર્દોને વાચા આપવાનું અને જુલ્મ-ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવાનું છે તે સમજાવતાં મોહનભાઈ લખે છે. “સમાજમાં અનેક જાતનાં દુ:ખો છે, જુલમી પ્રથાઓ છે, અંધશ્રદ્ધા અને અજ્ઞાનનાં જાળાં છે, ધનનો દુર્વ્યય છે, દરિદ્રતાના ઢગલેઢગલા છે. અનેક autocrats છે, સડેલી સંસ્થાઓ છે, ધર્માદા ખાતાઓના ગેરવહીવટ છે, શિક્ષણ સંસ્થાઓમાં અવ્યવસ્થા છે. આ બધું સાફ સ્વચ્છ ન થાય ત્યાં સુધી સમાજનો ઉદ્ધાર થાય તેમ નથી. પચાસ વર્ષ સુધી અત્યારે જેમ છે તેમ ને તેમ ચાલ્યું તો સમાજની શી સ્થિતિ થવા પામશે એનો વિચાર લોકના કહેવાતા નેતાઓએ-વિચારકોએ કદી પણ કર્યો છે? તેવો વિચાર પુસ્તપણે દીર્ધદષ્ટિથી કર્યા વગર છૂટકો જ નથી અને એ વિચારને અંગે યોજનાઓ કરી કાર્ય આરંભી સતત પુરુષાર્થથી તે ચલાવ્યા વગર બીજે ઉપાય નથી. ચોખેચોખું પણ સંયમવાળી ભાષામાં વિનયપૂર્વક સંભળાવી દેવું ઘટે છે અને સડાને જાહેર પાડી તેને દૂર કરવાની જરૂર છે. આ બધું સમજી સમાજના સર્વ અંગોને પુનરુદ્ધાર-સમાજની પુનર્ઘટના કરવામાં સૌ સુજ્ઞો પોતપોતાનો ફાળો આપે - અમારા વિનીત કાર્યમાં સહકાર આપે.” જેનયુગ'નું તંત્રીપદ મોહનભાઈએ બરાબર પાંચ વર્ષ સંભાળ્યું. સંવત ૧૯૮૧ના ભાદરવાથી શરૂ કરી સંવત ૧૯૮૬ના શ્રાવણના અંત સુધી. (ઈ.સ. 1925 થી 1930.) 7 વર્ષ હેરલ્ડ'ની અને 5 વર્ષ જેનયુગ'ની - * મૂળ સામાસિક શબ્દમાં અક્ષરો અસ્પષ્ટ વંચાવાથી કૌસમાંનો 'કાથી શબ્દ અનુમાને મેં મૂકયો છે. ‘શકિત' શબ્દ સ્પષ્ટ છે.