Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ પામે ને એને આધારે ન જાણેલ, જયેલ, અનુભવેલનું જ્ઞાન પ્રાપ્ત થાય તે યાતિકી બુદ્ધિ. પદાર્થ કે પરિસ્થિતિ ઉત્પન્ન થવાના મૂળ કારણને જાણી, તેનું નિવારણ કરનારી બુદ્ધિના નિદર્શનરૂપે 17 કથાનકો આપ્યાં છે. અહીં નટપુત્ર ભરતરોહકની બુદ્ધિ-ચાતુર્યની હારમાળા ધરાવતી રોચક કથા મળે છે. નટ ભરતનો પુત્ર રોહક અપરમાતા એનો તિરસ્કાર ન કરે તેના માટે માતાના ચારિત્ર પર પિતાને શંકા થાય, એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી પોતે જ પિતાના મનની શંકા ચતુરાઈથી નિર્મૂળ કરે છે. ઘરમાં કોઈ પરપુરુષને આવતો-જતો જોયાનું તે પિતાને કહે છે. ભારતના મનમાં પત્નીના શીલ વિશે શંકા જન્મે છે. અપર માતા રોહકને આ પરિસ્થિતિમાંથી મુક્ત કરાવે તો સારા વર્તનની ખાતરી આપે છે. આથી રોહક પિતાને પોતાનો પડછાયો દર્શાવીને કહે છે કે એ પુરુષને ઘરમાં પ્રવેશતો, બહાર જતો જુએ છે. ભરતને ત્યારે થાય છે કે એક મૂર્ખતાભરી બાળકની વાતને ધ્યાનમાં લઈ પત્નીને શંકાની નજરે જોઈ તે ભૂલ કરી. શંકા નિર્મળ થતાં તે પસ્તાય છે. અહીં જોઈ શકાય છે કે પરિસ્થિતિ સર્જવાના મૂળમાં અને તેના નિવારણમાં એ પરિસ્થિતિની ઉત્પત્તિનો વિચાર કરીને જ બુદ્ધિથી બાજી ગોઠવાઈ છે. સ્નેહ દૂર કરવો હોય તો શંકાને લાવવી જોઈએ, એમ પરિસ્થિતિની ઉત્પત્તિનું મૂળભૂત કારણ જાણી રોહક પિતાના મનમાં અપરમાતાના-ચારિત્ર વિશે શંકાનું બીજ રોપે છે ને પછી એ જ મૂળ કારણને, શંકાની ઉત્પત્તિના કારણને દૂર કરીને , તે ત્યાતિકી બુદ્ધિના આધારે ફરી પોતે ઇચ્છે છે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. આ પછી આ કથામાં રોહકના બુદ્ધિચાતુર્યનાં કથાનકોની જે હારમાળા છે, તેમાં પણ પરિસ્થિતિની ઉત્પત્તિની સમજ નિશ્ચિત પરિણામ સિદ્ધ કરવામાં સહાયક બને છે. રાજા જિતશત્રુ ગામ બહારની વિશાળ શિલા નીચે તંભ મૂકીને મંડપ તૈયાર કરવાની અશક્ય લાગતી માગણી કરે છે. રોહક નીચેની જમીન ખોદાવી સંભ મૂકાવી, શિલાને બધી બાજુનો આધાર મળી રહેતાં નીચેની ધૂળ કઢાવી વિશાળ શિલામંડપ રચીને અશક્યને શક્ય બનાવે છે. રાજા ગાડરને મોકલી તેના વજનમાં પંદર દિવસ દરમિયાન ન વધારો થાય ન ઘટાડો થાય, એવી શરત મૂકે છે. રોહક ઘેટાને લીલું-કૂણું ઘાસ આપે છે જેથી વજન વધે પરંતુ સાથે જ ઘેટાંની નજર સામે