Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 243 3. વાયક કુશલલાભ વિરચિત માઘવાનલ કામવૃંદલા ચોપાઈમાં મળતી સમસ્યાઓ - ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રસરાજ શૃંગારને આલેખતી જે અનેક કથાઓ છે તેમાં માધવાનલ અને કામકંદલાની કથાનું મહત્વનું સ્થાન છે. ચૌદમા શતકમાં કવિ આનંદધરે ‘માધવાનલ કથા' સંસ્કૃતમાં રચી હતી. તે પછી વિક્રમની સોળમી સદીમાં થઈ ગયેલ ભરૂચ પાસેના આમોદ ગામના વતની કવિ ગણપતિએ સં. ૧૫૮૪માં ‘માધવાનલ કામકંદલા પ્રબંધ'ની રચના કરી હતી. બે હજાર પાંચસો એકાવન દૂહામાં રચાયેલો આ પ્રબંધ બ્રાહ્મણ માધવાનલ અને વેશ્યાપુત્રી કામકંડલાના પ્રણયની રજૂઆત ઘણે અંશે સંસ્કૃત મહાકાવ્યની ઢબે કરે છે. એ પછી સંવત 1616 (કે ૧૬૧૭)માં કવિ કુશલલાભે ‘માધવાનલ કામકુંદલા ચોપાઈ'ની રચના કરી. તે બાદ કવિ દામોદર 'માધવાનલ કથા’ રચી. લોકકવિ શામળ ભટે 'સિંહાસન બત્રીશી'માં છવ્વીસમી પૂતળીના મુખે માધવાનલની વાર્તા કહેવડાવી છે. કથા-પ્રબંધ-ચરિત-રાસ જેવાં સાહિત્ય સ્વરૂપોમાં તેમજ નાટક રૂપે પણ આ કથા મળે છે તે એની લોકપ્રિયતાનો નિર્દેશ કરે છે. - લોકસાહિત્યના કેટલાક જાણીતા પ્રકારોનો ઉપયોગ વાર્તામાં વૈવિધ્ય લાવવા તેમ જ ચમત્કૃતિયુક્ત મનોરંજન પૂરું પાડવા માટે આપણા જે મધ્યકાલીન કવિઓએ કર્યો છે તેમાં કવિ ગણપતિ અને વાચક કુશલલાભ જેવાઓનો સમાવેશ છે. વાર્તાઓમાં વણાયેલ સમસ્યાઓ - ઉખાણાં-કોયડા-પ્રહેલિકા-મનોરંજન