Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 259 તરબતર હોય છે. આ ગીત ‘કોકે કરવું પડશે” જે “પ્રસૂન' સંગ્રહમાંનું છે, તે તેમનો આરંભિક કાવ્યસંગ્રહ છે. તેમાં જરા ઉપરછલ્લી નજર નાખી જશો તો તેમાં તમને ગાંધીયુગની કવિતાનાં પગલાં જણાયાં વિના રહેશે નહિ. જો કે તે પરંપરામાંથી મુક્તિ અને સ્વસંવેદનગતિ તેમણે ક્રમશ: સાધેલી પછીના સંગ્રહોમાં પ્રતીત થતી જણાશે. ઉશનસે આ ટાગોરી ગીતોની પ્રેરણા પીધેલી છે અને યુગસંસ્કાર તો ઝીલેલા છે જ. એટલે તેમનું ગીત પેલાં ગીતોનું અનુરણન કરતું જણાય છે. વસ્તુત: તે ગીત ભાવના અને રજૂઆત દષ્ટિએ ટાગોરી ગીતોનું અન્ય ઉગારે સવિસ્તર ભાષ્ય (Paraphrase) ન હોય તેવી છાપ પાડે છે. આંગળી મૂકી મૂકીને તે સાદશ્ય ચીંધી શકાય. તેમનાં ભાવરૂપકોમાં એક પ્રકારનું ઓજસ ભર્યું સામ્ય જણાશે. કારણ કે એક જ છે. અંધકાર, પ્રકાશ, દીવો, વંટોળનાં તોફાન દ્વારા એ પરમ પ્રયોજને એકલાં ચાલી નીકળવાનો આદેશ પણ ખરો. અને આમ છતાં બન્ને કવિઓની કૃતિમાં સૂક્ષ્મ ભેદ છે અને તે છે ભાવની ભંગિનો. જે ઉભય કવિના આંતરિક વ્યક્તિત્વ અનુસારી છે. ટાગોરની ભંગિ એટલે કે છટાપ્રેરક ઉદબોધનની છે જોશભરી છે. ઉશનસૂની મૂદ સમજાવટની છે. તેમાં ઘરાળુપણાની અંગત નરમાશ છે. ઉશનસૂની છાપ ટાગોરમાં અર્થાનુસારી સચોટ સંક્ષેપ છે : ઉશનસુમાં વિસ્તારનો રસળાટ છે. એથી ટાગોરમાં જે નથી લાગતી, એવી બોલકી રજૂઆત ઉશનની લાગે છે. ટાગોર પોતાનાં ગીતોમાં અને ઉશનસ્ પોતાની કૃતિમાં કોને સંબોધે છે? ત્રીજા પુરુષને એટલે કે લાગુ પડે તે સર્વને અને તેમાં જ સમાયેલા સ્વને પણ ખરું. ઉભયરીતિ છે કારણ સ્વને અને સર્વને અંતરાત્મા છે. એ અંતરાત્માને જગાડવાનો અહીં ઉપક્રમ છે. ગાંધીજીને અભિપ્રેત છે. તે અંતરાત્માનો ઊંડો અવાજ (The small shril voice within) છે. માનવ્યનો એ મહામૂલો અવાજ તેનામાં પડેલા પ્રમાદને, તેની જડતાને - નકારાત્મક મંદતાને અને સ્વાર્થને ઢંઢોળવા માટેનો છે. તેની આપખુ વૃત્તિને સચેત કરી તે સાવધ કરે છે; અને પારમાર્થિક શ્રેય ભણી તેને વાળે છે. એથી વિશ્વનો પરમ અર્થ સિદ્ધ થાય છે, અને જે પ્રવૃત્ત છે તેની ચેતના જાગ્રત બને છે. આમ સ્વાર્થબર્બર ઠેષ-દષ્ટતાને દૂર કરવાની કોઈ ગાંધી, ઈશુ કે મહાવીરની કરુણાબુદ્ધિ કામે લાગે છે. વ્યકિતની ભીતરે