Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 252 માધવાનલ કામકુંદલા ચોપાઈમાં પ્રીતમ વગર જેનું શરીર સુકાઈ ગયું છે અને વિરહ જેને વ્યાપી ગયો છે એવી તે સ્ત્રી રાતભર સંગીતની મદદે સમય પસાર કરતી હતી. પણ તેણે જ્યારે જોયું કે વીણાના સ્વરોથી આકાશમાં ચન્દ્રના રથને જોડેલ હરણ મોહ પામી જતાં રથ થંભી ગયો છે અને તે કારણે રાત લંબાશે). ત્યારે તેણે હસીને વીણા મૂકી દીધી જેથી ચન્દ્રનો રથ ફરી ચાલવા માંડે અને રાત પૂરી થાય. માધવનો પ્રશ્ન પરદેયાં પ્રીઉ આવીયઉ, હયવર ચડીયઉ જેણ; સુંદરિ તાતે તાજાગે, કુઈ કારણ કણ? ૧લા પ્રીતમ પરદેશથી આવ્યો, જે ઘોડા ઉપર બેસીને તે આવ્યો હતો તેને સ્ત્રીએ ચમચમતી ચાબુકથી ફટકારવા માંડ્યો. તે શા કારણે ? કામકુંદલાનો ઉત્તર અજી દીહ થાકઈ ઘણઉ, અસ વાહાગ કઈ ભાગ; ટાર હાગંતાં તાજાગે, કરિ કંપઈ કેકાણ. દિવસ હજી ઘણો બાકી છે અને ઘોડો સૂર્યનું વાહન છે. (ઊભો રહેલો ઘોડો પાછો ઝડપથી દોડવા માંડે તો દિવસ જલદી પૂરો થાય અને રાત પડે એટલે પતિસુખ મળે એવી ગણતરીથી) હાથમાંની ચમચમતી ચાબુક વડે સ્ત્રીએ ઘોડાને ફટકાર્યો અને ઘોડો ધૂળ્યો. “ભીંતિ લિખ3'' દેઉર ભારઈ, “ભાભી! ભારથ દેખિ” “નિરતિ કરિ દેવર ! નિરખિ, રામાયણ સવિસેખિ."ારવા દિયર કહે છે : “ભાભી! ભીંત ઉપર ચીતરેલ ભારથ જે.” ભાભી કહે છે : “દિયરજી! નિરાંત રાખીને પ્રીતિપૂર્વક ખૂબ ધ્યાનથી રામાયણ જો.” ભારથ તે મહાભારતની સંગ્રામકથા. એમાં પાંડવોના પિત્રાઈ ભાઈ કૌરવોએ ભાભી દ્રૌપદીની લાજ લૂંટી હતી. રામાયણ તે રામ-સીતાની કથા. તેમાં સીતાના દિયરો લક્ષ્મણ ભરત અને શત્રુન ત્રણેએ પોતાની ભાભી સીતાને મા સમાન ગણી તેનો સવિશેષ આદર-ખાસ તો લક્ષ્મણે કર્યો હતો. વળી ભારથ એટલે સંગ્રામ, યુદ્ધ, જે વેરઝેરનું ફળ છે; અહંતા-મમતાની "" વાડી મૂલા.