Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 241 વસ (ઉખાણાં) કહેવતો અને લોકોક્તિઓ સૌરાષ્ટ્રના લોકસાહિત્યનાં અન્ય પ્રકીર્ણ પદ્યસ્વરૂપોમાં વરત, પદ્યમય કહેવતો, લોકોક્તિઓ, જોડકણાં અને ભડલીવાક્યો વરતારા વગેરેને ગણાવી શકાય. તત્કાલીન લોકજીવનની આછી રેખાઓ એમાં સ્પષ્ટ રીતે ઊઠેલી . જોવા મળે છે. એમાં લોકજીવનનાં ગૌરવ, ખુમારી, વાત્સલ્ય, પ્રેમ, વિરહ, બલિદાન, દર્દ, આંસુ, સહજીવનની સુવાસ, પશુ-પક્ષીઓ સાથેનો-પ્રકૃતિ સાથેનો સંબંધ, જુદી જુદી કોમોની લાક્ષણિકતાઓ વગેરે તત્ત્વો સરળ, સીધાં, સ્પષ્ટ ને યાદ રહી જાય એટલા ઓછા શબ્દોમાં લોકકંઠે રમતાં રહ્યાં છે. સૂત્રાત્મકતા, સંક્ષિપ્તતા, તીક્ષગતા અને લોકપ્રિયતા આ ચારે લક્ષણો પ્રકીર્ણ લોકસાહિત્યસ્વરૂપોમાં જળવાતાં આવે છે. એક એક કહેવત પાછળ લોકજીવનનો મર્મ જેમાં છપાયો હોય છે એવી કથા છપાયેલી હોય છે. લોકવાણીની તાકાત પૂરી ત્રેવડથી આ કહેવતો અને વરત-ઉખાણામાં શબ્દબદ્ધ થયેલી જોવા મળે છે. માનવીના જીવન-અનુભવોનો નીચોડ એમાં સંગ્રહાયેલો હોય છે. ઘણું કરીને એક કે બે જ પંક્તિમાં શક્ય એટલા લાઇવથી લયાત્મક શબ્દોમાં રોજબરોજના જીવનમાં અનુભવાતા કડવા મીઠા તમામ અનુભવોનું ભાથું એમાં સચવાયું હોવાને કારણે લોકજીવનના અભ્યાસીઓ માટે લોકસાહિત્યના અન્ય અંગોની માફક આ પ્રકીર્ણ લોકસાહિત્ય પ્રકારો પણ એટલા જ મહત્ત્વપૂર્ણ બની રહે છે. આમ સૌરાષ્ટ્ર પ્રદેશનું લોકસાહિત્ય તેમની તમામ પ્રાદેશિક વિશેષતાઓથી સભર રસભર્યું સાહિત્ય છે. સૌરાષ્ટ્રમાં વસતા તમામ જાતિ-કોમના માનવીઓ મા લોકસમુદાયમાં સમાવિષ્ટ છે. ગુજરાતના અન્ય પ્રાંતોની માફક લોકસંસ્કૃતિ અને શિષ્ટસંસ્કૃતિ એવા પ્રભેદો સૌરાષ્ટ્રના ગામડાંઓમાં નહિ જોવા મળે. બ્રાહ્માગથી માંડીને ભંગી સુધીનાં તમામ જાતિ-ધર્મ-સંપ્રદાયનાં સ્ત્રી-પુરુષો દ્વારા સિંધગાન-સમૂહગાન રૂપે અવતરેલું આ સાહિત્ય ટૂંકાં છતાં ઊર્મિસભર લોકગીતો, પદો-લોકોક્તિઓ, દુહાઓમાં વિશેષ ખીલ્યું છે. તેમાં અપાયેલાં વર્ણનો દરેક જણ સમજી શકે એવાં સરળ છે. એક વ્યક્તિનું ઊર્મિસંવેદન સાર્વજનિક સમસંવેદન બનીને રહે છે અને રસમાધુરી મેળવીને અવનવા ઘાટ પ્રાપ્ત કતું જાય છે જે છેવટે બની રહે છે લોકોનું સાહિત્ય, લોકસાહિત્ય.