Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 220 ઉપદેશ-પદ'નાં બુદ્ધિચાતુર્યનાં કથાનો મોટો હે ને આભ તે થાંભલા વગર શી રહે? અહીં રોહકની કથામાં બકરીઓની લીંડી ગોળ કેમ છે, પીપળાનું પાન અને તેને છેડામાં લાંબુ કોણ, ખિસકોલીના શરીર પર કાળા ટપકાં વધારે હોય છે કે સફેદ વગેરે પ્રશ્નો છે. છેલ્લો જે રોહકનો જવાબ છે તે ધારદાર છે. રાજા રોહને છડીથી ગોદાવીને પ્રશ્નો પૂછે છે. રાત સારી એવી વહી ગઈ છે ને રોહક ઊંઘમાં છે ત્યારે રાજા છડીથી ગોદાવી પૂછે છે - શું વિચારે છે? રોહક પરખાવે છે - વિચારું છું તમારે બાપ કેટલા છે? રાજ એને પોતાના પિતા વિશે પૂછતાં રોહક કહે છે - રાજાને રાજા, કુબેર, ચંડાલ, ધોબી અને વીંછી એમ પાંચ બાપ છે. ભરતશિલામાં આ રીતે ભરતરોહકના ચાતુર્યનાં કથાનકો સંકળાયાં છે તે પછી શરતનાં કથાનકો છે, એમાં કાકડીવાળા અને ધૂર્તની કથા છે. ધૂર્ત ગામડિયા સાથે શરત કરી કે એ ગાડામાં ભરેલી બધી કાકડી ખાઈ જાય તો એને ગામડિયાએ નગરના દરવાજામાંથી નીકળી ન શકે એવો લાડુ આપવો. ધૂર્તે બધી કાકડીને બટકાં ભરી છોડી દીધી. ખરીદવા આવનારે એક પછી એક કાકડી ઉઠાવી ‘આ ખાધેલી છે” કહી ન ખરીદી. તે કહ્યું જો મેં બધી કાકડી ખાધેલી છે.” હવે મને દરવાજામાંથી ન નીકળે તેવો લાડુ આપ.” એક જુગારીના કહેવાથી ગામડિયાએ કંદોઈ પાસેથી લાડ ખરીદીને દરવાજામાં મૂક્યો ને કહ્યું, “ભાઈ દરવાજામાંથી બહાર નીકળ.” ને પછી ગામડિયાએ ધૂર્તને કહ્યું “લે ભાઈ, જો આ લાડુ દરવાજામાંથી બહાર નીકળી શકતો નથી. શરત પ્રમાણે લઈ લે.” આ પછી વૃક્ષારના કથાનકમાં ટોપીવાળા અને વાંદરાની જે પ્રચલિત કથા છે તેનું પૂર્વરૂપ મળે છે. રાજા શ્રેણિક ખાલી કૂવામાં તળિયે પડેલી વીંટીને કાંઠા પર રહીને હાથથી લેવાની શરત કરે છે. અભયકુમાર તે વીંટી પર છાણ નાખી, ઘાસને સળગતો પૂળો નાખી છાણને છાણામાં ફેરવી, કુવામાં પાણી ભરાવી તે પર તરતા છાણાને હાથે કરી નીચે ચોંટી રહેલી વીંટીને શરત પ્રમાણે હાથ કરે છે, તે કથાનક કૂપારમાં સાંકળ્યું છે. આ નિમિત્તે અભ્યમંત્રીના ચાતુર્યનાં વિવિધ કથાનકો સાંકળ્યાં છે. પટારમાં એક વસ્ત્ર પર બે જાગના માલિકીના દાવાનો ન્યાયાધીશ, તે વસ્ત્રમાં રહેલા વાળને આધારે સાચા માલિકને શોધી ન્યાય કરે છે, તે કથાનક