Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 196 અમૃત મહોત્સવ સ્મૃતિ રે 26. ગુરુ વંદના - મૃણાલિની દેસાઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાનો અમૃત મહોત્સવ ઉજવાતો હોય ત્યારે સ્વાભાવિક રીતે પોતાના ગુરુનું સ્મરણ થયા વિના કેમ રહે? અને સ્મરણ સાથે એમને કૃતજ્ઞ થઈ પ્રણામ કર્યા વિના કેમ રહેવાય? આમ તો હું જે શાળામાં ભણી એ શાળાના શિક્ષકોએ જે સંસ્કાર સિંઆ, રીતભાત શીખવાડી અને ઉત્તમ ગુરુમંત્ર માટેની પૂર્વભૂમિકા રચી તેનું મહત્ત્વ ઘણું છે. એ સહુને તો પ્રથમ પ્રણામ પણ આજે આ પ્રસંગે એ ગુરુઓના પણ ગુરુ, ભારતના જ નહીં પણ જગતના, પૂજ્ય એવા બાપુને મારે વંદન કરવું છે. જોગાનુજોગે, શાળામાં ભણતી હતી ત્યારે જ મારે સેવાગ્રામ આશ્રમમાં પણ જવાનું થયું. મુ. કાકાસાહેબ કાલેલકર અને મુ. શંકરરાવ દેવ જેવાની આંગળી પકડીને ગઈ એટલે (અને આમ પણ બાપુ પાસે નાનાં છોકરાઓ માટે મુક્તકાર હતું એટલે !) સીધી બાપુ પાસે પહોંચી ગઈ હતી. ત્યારે મને જે શિખામણ અને ગુરુમંત્ર મળ્યો એનાથી જીવન આખું રંગાઈ ગયું. એ જમાનામાં વિદ્યાદાનનો રાજમાર્ગ ‘સોટી વાગે ચમ ચમ વિધા આવે ધમ ધમ્ એવો જ હતો. પણ બાપુના રાજમાં સોટી તો ઠીક એક કઠોર શબ્દ સરખો સાંભળવો ના પડ્યો! ઉપદેશ કરવો ગમે પણ સ્વીકારવો ના ગમે એવો હોય - પણ બાપુએ કહેલું મનમાં ઊતરી એવું વસી ગયું અને વસમું જરા પણ ના લાગ્યું! ખરેખર બાપુ જેવા (શિક્ષક મળવા એ જન્માંતરનું પુણ્ય જ! વાત જાણે એમ હતી, આશ્રમમાં પહોંચી એ રાત્રે સૂતી વખતે મારી