Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 142 શિક્ષણમાં સમૂળી ક્રાનિ વિકસાવવા માટે ધર્માચાર્યો કે વિશ્વના મહાન પુરુષોનાં જીવનચરિત્રો, પૌરાણિક કથાઓ, ઉત્સાહપ્રેરક ઉપદેશવાર્તાઓ વગેરે ઉપયોગી થઈ પડે. એકંદરે શિક્ષણની જરૂર એટલા માટે પાગ ઊભી થાય છે કે શિક્ષાગનું ધ્યેય માત્ર માહિતી ભેગી કરવાનું નહિ પણ વિવેકબુદ્ધિ વિકસાવી વિદ્યાથીને નીરક્ષીર ભેદ કરતાં શીખવવાનું એટલે કે સાચી જ્ઞાનપ્રાપ્તિનું છે. આજે માહિતી ઉપર ઝોક આપીને આપણે બાળકના મનને કબાટના ખાના જેવું કે ભાતભાતની ચીજોને સમાવી લેતા ભાર-ઘેલા જેવું કરી મૂક્યું છે. અંગ્રેજ કવિએ નીચેની પંક્તિઓમાં સાવધાનીનો સૂર ઉચ્ચાર્યો છે: "Where is wisdom? We have lost it in knowledge. Where is knowledge ? We have lost it in information. The cycles of heaven in twenty centuries Bring us farther from God and nearer to dust." પ્રચલિત પરીક્ષા પદ્ધતિ પરીક્ષા માટે વિદ્યાર્થીઓના મનમાં એક હાઉ ઊભો કરી એમનાં હીર હાણી લે છે, એમનાં નૂર ચૂસી લે છે. આખાય વર્ષ દરમિયાન ખૂબ ખંતથી કરેલી તૈયારીનું માપ વર્ષને છેડે લેવાતી ત્રણ કલાકની પરીક્ષાથી જ કાઢવામાં આવે તો વિદ્યાર્થીને ન્યાય શી રીતે આપી શકાય? પરીક્ષા વખતે બધાંની માનસિક વા અન્ય પરિસ્થિતિ સરખી ન હોય. કોઈના સંજોગો પ્રતિકૂળ હોય. અણધારી કોઈ આપત્તિ આવી પડે. આ બધી શક્યતાઓનો તો આજની પરીક્ષા પદ્ધતિમાં વિચાર સરખો પણ કરવામાં આવતો નથી. પરીક્ષા બોજારૂપ ન બને, વર્ગના કામની સાથે સાથે જ કામનું મૂલ્યાંકન થતું રહે, વિદ્યાર્થીની સ્મરણશક્તિની જ નહિ પણ સમજશક્તિની, અર્જિત જ્ઞાનને વ્યવહાર જીવન સાથે જોડવાની સૂઝની, પણ પરીક્ષા થાય એ જ ઇષ્ટ છે. એક બીજો મહત્વનો મુદ્દો પણ વિચારીએ. શિક્ષક-શિષ્યનો સંબંધ શાસક અને શાસિતનો નહિ પણ સત્યના બે સંશોધકો વચ્ચેનો, બે માનવી વચ્ચેનો સંબંધ છે એ સિદ્ધાંત વિસારે ન પડાય એ જોવાનું સૌ શિક્ષણશાસ્ત્રીઓનું કર્તવ્ય છે. શિક્ષક શિક્ષાગતંત્રની આધારશિલા સમાન છે. શિક્ષકોનો ધંધો સર્વત્ર અને સર્વકાળે પવિત્ર અને પ્રતિષ્ઠાવાળો, માતૃહૃદયને સદા તૃપ્ત કરે એવો ધંધો છે. સાચો શિક્ષક એ જ કે જે શિગોની આશા-આકાંક્ષાઓને