Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 170 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ પ્રમુખ ટીકા એ છે કે તેઓ વાંચતા નથી, ટીકાનો મુદ્દો એ નથી કે તેઓ કોઈ સંશોધન કરતા નથી. (2) શિક્ષણ દ્વારા, ઉપર કહી છે તે અર્થમાં, સંશોધનવૃત્તિ કેળવવા પર આવશ્યક ભાર મૂકવાને બદલે ચારિત્ર ઘડતર, નૈતિક મૂલ્યો વગેરે પર સવિશેષ ભાર મૂકીએ છીએ. એ ઉદ્દેશો બિનઅગત્યને કે અપ્રસ્તુત છે, એમ હું સૂચવવા માંગતો નથી, પરંતુ એ ઉદેશો મહદંશે શિક્ષણની પહોંચ બહારના છે, તે મુદ્દો આપણને સમજાયો નથી. આના સમર્થનમાં આપણા એક પ્રખર ચિંતક સ્વ. મશરૂવાળાના વિચારોની નોંધ લેવા જેવી છે. ". જે ખરી કેળવણી છે, જેના પર મનુષ્યત્વના વિકાસનો આધાર છે, તે કેળવણી કૂવાના પથરા પર કાપા પાડવાની કળાના જેવી છે, એક દિવસમાં તમે લોઢાનો સળિયો લઈને ઘસ્યા કરો તો પણ એના ઉપર અસર નહિ થાય. છતાં, કાચી દોરડીના રોજના ઘસારાથી સુંદર લીસો ખાંચો પડી જશે. અબુદ્ધિના સંસ્કારોનો નાશ ગુણોના ઉત્કર્ષ દ્વારા જ થઈ શકે અને એ કોઈ ભારેમાં ભારે વિદ્વાન, કે મહાન વક્તા, કે અત્યંત ગીચ સમયપત્રકની ગોઠવણીથી થતો નથી.... મનુષત્વનો વિકાસ કરવાની જાહેર શાળાઓ સ્થાપી શકાય કે કેમ તે શંકાસ્પદ છે.” (3) જ્ઞાનની આપણી એકાંગી અને અપ્રસ્તુત વિભાવનાએ સંશોધનવૃત્તિને પ્રોત્સાહન આપ્યું નથી, એટલું જ નહિ, એ માટેની કોઈ ભૂમિકા પણ સરજી નથી. આપણે ત્યાં કૉલેજો સ્થાપતાં અને ચલાવતાં કેળવણી મંડળોએ પહેલેથી જ સંશોધન પરત્વે ઉપેક્ષા સેવને કૉલેજોમાં સંશોધનો માટેની કોઈ સવલતો સરજી નથી. સમાજે અધ્યાપકો પાસેથી સંશોધનની અપેક્ષા જ ન રાખી હોવાથી કૉલેજમાં એ માટે કોઈ સવલતો આપવામાં આવતી જ નથી. તેથી અધ્યાપકોને પણ સંશોધનકાર્ય ટાળવા માટે એક પ્રબળ કારણ મળી ગયું છે. તેઓ હમેશાં એવી દલીલ કરી શકે છે કે અમને સંશોધન માટે ક્યાં કોઈ સવલત આપવામાં આવે છે? ભારતમાં સખાવતો કરતાં ઘણાં ટ્રસ્ટો છે, ઘણા શ્રીમંતો વ્યક્તિગત રીતે મોટી રકમનાં દાન કરતા રહે છે પરંતુ આપણે ત્યાં અપાતાં દાનના બે ચાલક બળો છે : દયાભાવ અને ધાર્મિક વૃત્તિ. કુદરતી કે માનવસર્જિત