Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 180. અમૃત મહોત્સવ સ્મૃતિ માં પ્રમાણે જ્ઞાન અપાતું. આશ્રમમાં તે સમાનતાના પાઠ ભણતો. તાત્પર્ય કે તે સાચા સ્વરૂપે નાગરિક બનતો. જ્યારે તે સમાજમાં પ્રવેશ કરતો ત્યારે તેને વિશેષ સન્માનથી જોવાતો. સમાજ તેની પાસેથી કેટલીક અપેક્ષામો રાખતો અને શિક્ષિત વ્યક્તિ પોતાની સૂઝથી સમાજને ઉન્નતિને માર્ગે લઈ જવા પ્રયત્નશીલ રહેતી. વેદોની સાથે ચાલવાની સાથે બોલવાની, સાથે પ્રવૃત્તિ કરવાની અને સમાન માનસિકતાની ભાવના વ્યક્તિ અને સમાજની સહકાર ભાવનાની સાથે રાષ્ટ્રીયભાવનાનું પણ પોષણ કરે છે. ભારતીય સાહિત્ય કે જેનાં મૂળ ધાર્મિક રચનાઓમાં છે તે વિવિધ દષ્ટાંતો, વાર્તાઓ દ્વારા માણસને સતત માનવ બનવાના માર્ગો ચીધે છે. અસત્ય પર સત્યને વિજય, હિંસા પર અહિંસાની શ્રેષ્ઠતાને તે સિદ્ધ કરે છે. “પરસ્પરોપગ્રહોજીવાનામ્'ના જૈન સિદ્ધાંત ‘દરેક જીવ એકબીજાનો ઉપકારી છે તેવી વાત સમજાવી છે. વિદ્યા સંતોષ વૃત્તિ જન્માવે છે. માણસ ધનોપાર્જન પણ માત્ર જરૂરિયાત પૂરતું જ કરે છે. વધુ ધનની પ્રાપ્તિ તે ધર્મ અને જરૂરિયાતવાળા માટે ખર્ચે છે. તે ઉદારતા તેણે શિક્ષણથી જ પ્રાપ્ત કરી છે. ત્યાગનો મહિમા તે આવા ઉચ્ચશિક્ષણથી જ પામે છે. ભારતીય દર્શનના ચાર પુરુષાર્થોનું શિક્ષણ જીવન અને મુક્તિ બન્ને માટે પરમાવશ્યક છે. વ્યક્તિ ધર્મને સાથે રાખીને અર્થોપાર્જન કરે, સંસાર ભોગવે અને અવસ્થાનુસાર આ સંસારનો ત્યાગ કરી ધર્મસાધના દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે. દેહમાં રહી વિદેહી કલ્પના, સંસારમાં રહી તેની સાથે વાસનાનો ત્યાગ આવા ઉચ્ચ ભાવો જન્મ કયાંથી? ઉત્તર છે કે શિક્ષણની ઉચ્ચ ભાવનાથી વેદો, ઉપનિષદો, બ્રાહ્મણગ્રંથો, મહાભારત, રામાયણ, જૈનાગમ, બૌદ્ધ-પિટક બધાના અધ્યયનથી એટલું જ ફલિત થાય છે કે દરેક ધર્મે માનવને કેન્દ્રમાં રાખી તે ઉચ્ચ ભાવનાશીલ બને તેવાં શિક્ષણનાં મૂળ આ ગ્રંથોમાં મૂક્યાં છે. તે કારણે જ રામ પ્રસન્નતાથી વનવાસ જવા છે અને ભરત નિ:સ્પૃહી બની પાદુકા દ્વારા રાજ્ય ચલાવે છે. રાજા પક્ષી માટે દેહદાન આપવા તૈયાર થાય છે તો મહાવીર અનેક ઉપસર્ગોમાં પણ અડગ રહે છે. અનેક રાજામહારાજા સંપત્તિને તૃણવતુ ત્યાગી વનવાસી બને છે. ભારતીય સંસ્કૃતિ ત્યાગની સંસ્કૃતિ છે તે સ્પષ્ટ છે અને તેના શિક્ષણના સ્તર પર આવી જ નિભ ત્યાગભાવના છે. ભગવાન આદિનાથે શ્રમસંસ્કૃતિનું મહત્વ સમજાવતાં માનવને શ્રમની મહત્તા સમજાવી. કલ્પવૃક્ષ એટલે વગર મહેનતે પ્રાપ્તિને સ્થાને શ્રમ દ્વારા પ્રાપ્તિની મહત્તા સ્થાપિત કરી લોકોને