Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિયાણ દ્વારા ચારિત્રઘડતર 133 કેટલાક પ્રશ્નો ચારિત્ર ઘડતર માટે દેશકાળ પ્રતિકૂળ જણાતો હોય તો શું કરવું! પરમ તત્ત્વમાં શ્રદ્ધા રાખી, એવા સંજોગોમાં “એકલો જાને રે” ની પદ્ધતિએ આપણે આગળ વધી શકીએ. ચારિત્ર નિર્માણ માટે પુખ્ત વ્યક્તિ સ્વયં જવાબદાર હોવી ઘટે. ચારિત્રશીલ વ્યક્તિમાં પણ કેટલીક મર્યાદાઓ દેખાતી હોય છે ત્યારે કેવી રીતે મૂલ્યાંકન કરવું? વ્યક્તિનો એકંદર ઝોક જો ચારિત્રશીલતા તરફ હોય તો એના વ્યક્તિત્વની સુવાસ તરફ ગુણગ્રાહિતાપૂર્વક આપાગી નજર રાખવી જોઈએ. યુધિષ્ઠિર એક વખત અરધું અસત્ય (નરો વા કુંજરો વા) બોલ્યા હતા. પણ આપણી નજર તો યુધિષ્ઠિરની સત્યવાદિતા તરફ જ હોવી ઘટે કારણકે યુધિષ્ઠિરના જીવનમાં સત્યનું પલ્લું વધારે નમેલું છે. વળી બીજનું મૂલ્યાંકન કરતાં પહેલાં આત્મનિરીક્ષણ કરવું સારું. “ચારિત્ર” શબ્દ દ્વારા આપણે શું સમજીએ છીએ? વિચાર, વાણી અને વર્તનની સત્યાભિમુખ એકરૂપતાનું નામ ચારિત્ય. કૃતજ્ઞતા, સંવાદિતા, સેવાપરાયણતા, પ્રેમમયતા, ક્ષમાશીલતા, ઉદારતા, વિશાળતા, સમતા ઇત્યાદિને આત્મિક ગુણો ગણવામાં આવ્યા છે. આ આત્મિક ગુણોની વધુને વધુ પ્રમાણમાં આપણા વ્યવહારમાં અભિવ્યક્તિ થાય તેને આપણે ચારિત્ર્યશીલતાનું પ્રમાણ ગણી શકીએ. આવા આત્મિક ગુણો શી રીતે કેળવી શકાય? નૃતજ્ઞતા, વિચાર-વાણી-આચારની દાંભિક વિસંવાદિતા, સ્વાર્થમયતા, વિશ્લેષશીલતા, સંકુચિતતા, ઈત્યાદિના પ્રભાવનો કારગત સામનો શી રીતે કરી શકાય? આ “અદેવી” વૃત્તિઓથી તદ્દન જુદી દિશામાં જતી “દેવી' વૃત્તિઓને આપણામાં કેળવીને એ નકારાત્મક વલણોનો પ્રતિકાર થઈ શકે. ઉદાહરણ તરીકે, વિધેયની વૃત્તિને પ્રેમમયતાને વધુને વધુ લૂંટતા રહીને નિમૅલ કરી શકીએ. ચારિત્રશીલતાનું નિર્માણ જીવનભર સતત ચાલતી એક પ્રક્રિયા છે એનો ઉલ્લેખ આરંભમાં કર્યો છે. મનુષ્યનો સાતત્યભર્યો સંનિષ્ઠ તેમ જ જગરૂક પ્રયાસ, આજુબાજુના વાતાવરણમાંથી અદીઠ રીતે મળતું પોષણ અને દિવ્ય સત્વની સહાય ચારિત્રના પુષ્પને ખિલવવામાં સહાયભૂત થઈ શકે છે.