Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 139 17. શિક્ષણમાં સમૂળી ક્રાન્તિ ----- ----- - ઉષા મહેતા કોઠારે કમિશનના અહેવાલે સાચું જ કહ્યું છે કે ભારતનું ભાવિ જેટલું એનાં કલ-કારખાનાંઓમાં અને ખેતરોમાં ઘડાય છે એટલું જ કે એના કરતાં પણ વધુ એની શાળા-કૉલેજમાં ઘડાય છે. કોઈ પણ દેશમાં ખાસ કરીને લોકશાહી દેશમાં, તો શિક્ષણનું મહત્વ બીજા અનેક વિષયો કરતાં ઘણું વધારે હોય એ સ્વાભાવિક છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે જો એક વર્ષ માટેની યોજના કરવી હોય તો દાણો ઉગાડવો, દસ વર્ષ માટે કરવી હોય તો ઝાડ ઉગાડવાં, પા જે સો વર્ષ માટે યોજના કરવી હોય તો બાળકો ઉગાડવાં, એટલે કે સુયોગ્ય રીતે બાળકોનો ઉછેર સાધવો જરૂરી છે. શિક્ષણના બેય અંગે વ્યવસાય માટેની યોગ્યતા કેળવવાથી માંડીને બાળકના વ્યક્તિત્વના પૂર્ણ વિકાસ સુધીની સમસ્યાઓ પરત્વે અનેક મતો પ્રવર્તે છે. રસેલ જેવા વિદ્વાન તો ચિંતન્ય અને મૂલ્ય પર નિર્ભર એવા નવસમાજની રચનાને શિક્ષણનું ધ્યેય માને છે. જો બાળકમાં રહેલા પૂર્ણત્વની અભિવ્યક્તિને પ્રગટ થવા દેવા માગતા હોઈએ, બાળસુમનો સોળે કળાએ વિકસે એવું જોવા ઇચ્છતા હોઈએ, તો શિક્ષણમાં સમૂળી અને સમગ્ર કાન્તિ લાવવી જ પડશે. સર્વપ્રથમ અભ્યાસક્રમની વાત લઈએ. આજે શાળા કૉલેજના અભ્યાસક્રમ જે વિશેષે કરી, પુસ્તકકેન્દ્રી, પરીક્ષાકેન્દ્રી અને પ્રવચનકેની છે, એને આપણે પ્રકૃતિકેન્દ્રી, પુરુષાકેન્દ્રી, અને વિવેકકેન્દ્રી અથવા જીવનકેન્ડી, જીવનોપયોગી અને જીવનમય બનાવવો પડશે.