Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ પ૧ કાંતદ્ર આચાર્ય ભગવાનની સ્તુતિ” જવાબ મળ્યો. આ સાંભળી આચાર્યશ્રીએ કહ્યું, “મને તો ખુદાની બંદગી અને ભગવાનની સ્તુતિમાં કોઈ ભેદ દેખાતો નથી.” અને પછી શ્રાવકોને બીજા ધર્મને આદર આપવાની વાત સમજાવી. એને પરિણામે શ્રાવકોએ મુસલમાનોને આવવા-જવાના રસ્તા માટે હર્ષભેર જમીન આપી. આચાર્યશ્રીનો રાષ્ટ્રપ્રેમ પણ ઉદાહરણીય હતો. એમણે જીવનભર ખાદી પહેરી હતી. રેશમી વસ્ત્રોનો અવિરત વિરોધ કર્યો. આચાર્ય પદવી વખતે પણ નવ સ્મરણના પાઠ સાથે પંડિત હીરાલાલ શર્માએ જાતે કાંતીને તૈયાર કરેલી ખાદીની ચાદર ઓઢી હતી. રાષ્ટ્રના અગ્રણીઓ આચાર્યશ્રીના દર્શને આવતા હતા. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. એ શ્રી મોતીલાલ નહેરુની તમાકુની ટેવ છોડાવી હતી. અંબાલા શહેરની જાહેર સભામાં આનો એકરાર કરતાં શ્રી મોતીલાલ નેહરુએ કહ્યું: “હું મારી અક્કલ ગુમાવી બેઠો હતો તે આ જૈન મુનિએ ઠેકાણે આણી.” આવી જ રીતે 5. મદનમોહન માલવિયા પણ એમનાં પ્રવચનો સાંભળવા આવતા અને પોતાના કાર્યમાં આચાર્યશ્રીના આશીર્વાદ માગતા હતા. પદવી કે પ્રસિદ્ધિથી આચાર્યશ્રી હંમેશાં અળગા જ રહ્યા. ફાલનાની કોન્ફરન્સ વખતે શ્રી સંઘે એમને વિનંતી કરી કે તેઓને “સૂરિ સમ્રાટ'ની પદ્વીથી વિભૂષિત કરવા માગે છે. આ સમયે આચાર્યશ્રીએ કહ્યું: “મારે પદ્ધીની જરૂર નથી. મારે તો શ્રી સંઘની સેવા કરવી છે. મારા પર સૂરિનો ભાર છે તે પણ હું મૂકી દેવા માંગું છું.” એમના હૃદયની વ્યાપકતા એમના જીવન અને વાણી - બંનેમાં પ્રગટ થાય છે. એમના આ શબ્દોની મહત્તા પીછાનવા માટે કેટલું વિશાળ હૃદય જોઈએ! તેઓ કહે છે : “હું ન જૈન , ન બૌદ્ધ, ન વૈષણવ, ન શૈવ, ન હિંદુ કે ન મુસલમાન, હું તો વીતરાગ પરમાત્માને શોધવાના માર્ગે વિચરવાવાળો એક માનવી છું, એક યાત્રાળુ છું.” વિચારની કેવી ભવ્યતા અને પોતાની કેટલી લઘુતા! મહાવીરની વીરતા