Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 79 શ્રી અરવિંદની આધ્યાત્મિક સમાજની વિભાવના વિકાસ પામીને પુષ્ટ બનેલા છે. આ સમાજવિદ્યા આ દુખી આત્માઓને તેમની દુર્દશામાંથી છોડાવવાનો પ્રયત્ન કરશે. વિકસી રહેલા આત્માઓને તેમના વિકાસપંથે પ્રોત્સાહન આપશે, અને વિકસી ચૂકેલા આત્માઓ પાસેથી હજી અવિકસિત રહેલા બાલ આત્માઓ માટે તે શક્તિ તથા સહાય મેળવશે. આધ્યાત્મિક સમાજનું અર્થશાસ્ત્ર માત્ર વસ્તુઓના ઉત્પાદન માટેનું જ એક પ્રચણ્ડ તંત્ર ઊભું કરવા પ્રયત્ન નહિ કરે, પછી તે ભલે સ્પર્ધારૂપનું હો કે સહકારરૂપનું હો એ અર્થશાસ્ત્ર માનવોને * અમુકને જ નહિ પરંતુ સર્વ કોઈને, દરેક વ્યક્તિને માટે શક્ય હોય તેટલા વધુમાં વધુ પ્રમાણમાં પોતપોતાની પ્રકૃતિને અનુસરતો કામનો આનંદ આપવા પ્રયત્ન કરશે, દરેકને પોતાનો આંતરવિકાસ સાધવા માટે જોઈએ તેટલી કુરસદ આપશે, હરેકને માટે તે એક સાદુ છતાં સમૃદ્ધ અને સુંદર એવું જીવન રચી આપશે. આ આધ્યાત્મિક સમાજનું રાજકારણ જગતનાં રાષ્ટ્રોને તેમના આંતરિક વ્યવહારની રીતે જોતાં તે માનવ દ્વારા સંચાલિત તથા રક્ષિત થતાં રાજ્યોરૂપી એક પ્રચણ્ડ મહામંત્ર જ હોય તેમ નહિ ગણે. એ સમાજનાં માનવ આ મહામંત્રને જ પોતાનો ભગવાન સમજી, પોતાનું જ એક વિરાટ સ્વરૂપ સમજી તેની પૂજા નહિ કરે. એ રાજ્યતંત્રને અખંડ રાખવા માટે, તેને સમર્થ બનાવવા માટે, તેને નિત્ય વધુને વધુ વિશાળ, વધુ સંકુલ અને વધુ ભારેખમ બનાવવા માટે એ તંત્રમાં એક યંત્ર જેવી કાર્યક્ષમતા અને સમગ્રતા નિપજાવવા માટે તેને પોકાર થતાં માનવ એ રાજ્ય ભગવાનની વેદી ઉપર બીજાઓને વધેરી નાખવા માટે તૈયાર નહિ થઈ જાય, તેમજ એ વેદી ઉપર તે પોતાની જાતનો પણ વધ ના કરી દે. વળી આ આધ્યાત્મિક રાજકારણ આ રાષ્ટ્રોને તેમને પરસ્પરના સંબંધોમાં એકબીજાને ઉપદ્રવ કરતાં અભદ્ર તંત્રો રૂપે જ નહિ નભાવી રાખે, શાંતિના કામમાં તેમની મારફતે એકબીજા ઉપર ઝેરી વાયુઓ ન છોડાવે અને યુદ્ધના કામમાં તેમની પાસે એકબીજાનાં લશ્કરી ઉપર તેમજ કરોડો નિ:શસ્ત્ર માનવો પર ધગધગતા ગોળા નહિ વરસાવે. અત્યારનાં રણક્ષેત્રો ઉપર ભમતી શત્રુની ટેન્કો પેઠે આ રાજ્યોને તે સામા પક્ષના સંહાર માટે નહિ ધકેલે. એ રાજકારણ માનવને આ રીતે રાજ્યતંત્રોને ટકાવી રાખવાના એક સાધન રૂપે જ નહિ ગણે હરેક પ્રજાને તે એક સમૂહ-આત્માઓ રૂપે ગણશે. એ એમ સમજશે કે જગતની દરેક પ્રજા પાછળ એક લુપ્ત દિવ્યતા રહેલી છે, અને પોતાના માનવ સમુદાયોની અંદર તેણે એ દિવ્યતાને શોધવાની છે. વ્યક્તિની માફક આ રાષ્ટ્રરૂપ