Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 56 પાવાગઢ શ્વેતાંબર જૈન તીર્થ: પ્રાચીનતાની ગૌરવગાથા આજ્ઞાને માથે ચઢાવતો ન હતો. રાજા વીરધવલની ઇચ્છાથી મંત્રીશ્વર તેજપાલે ઘૂઘુલ સામે ભયંકર સંગ્રામ કર્યો. યુક્તિ અને શક્તિથી પ્રસન્ન કરી તેને કચ બંધ પૂર્વક બાંધો. સઘળા સુભટો ભયક્રાન્ત થઈને જોતા રહ્યા અને તેજપાલે ઉદ્ધત રાજા ઘૂઘલને જીવતો જ સિંહની જેમ લાકડાના પાંજરામાં પૂર્યો. ત્યાર પછી ગોધરામાં તેણે જયસ્તંભ જેવો, પર્વત જેવો ઊંચો, 24 તીર્થકરોનાં મંદિરો વડે ચોતરફથી શોભતો, ગજરચના અને અશ્વરચનાથી અંકિત પ્રાસાદ કરાવ્યો હતો. - ત્યાર પછી શ્રેષ્ઠ નરેશરો દ્વારા. ફૂલમાળાથી પૂજાતો મંત્રીશ્વર તેજપાલ, અનેક સિદ્ધો, ગંધર્વો અને કિન્નરો વડે સેવાયેલા, તળાવો, નદીઓ, કંડો અને વૃક્ષો વડે શોભતા સદા ફલ-ફૂલોથી ભરેલાં વૃક્ષો વડે પ્રાર્થને વિના પણ અતિથિઓનું ગૌરવ કરનારા પાવક નામના ગિરીધર (પાવાગઢ) પર ચડ્યો. તે ગિરીંદ્રના અદભુત શોભા-સમૂહને જોતાં અંત:કરણમાં વિચાર કર્યો | ગમે તેવો પાગ પર્વત, પૃથ્વીનો આધાર હોવાથી લોકમાં તીર્થ કહેવાય છે. તો તે જૈન મંદિરથી પવિત્ર થઈને તેમ કહેવાય તેમાં શું કહેવું? કહ્યું છે કે - 'ગિરનારનાં દર્શન કરતાં, શત્રુજ્યગિરિને નમન કરતાં અષ્ટાપદ તીર્થનું સ્મરણ કરતાં, સમેતગિરિનું ધ્યાન કરતાં, પાનકાદ્રિ (પાવાગઢ) પર ચડતાં અને અર્બુદાચલ (આબૂ)ને પૂજતાં પવિત્ર ચિત્રવાળા મનુષ્યનું કરોડો ભવોમાં કરેલું પાપ ક્ષય પામે છે.” એમ વિચાર કરીને સુબુદ્ધિમાન તે મંત્રીએ (તેજપાલે) પાવાગઢમાં જગતને આશ્ચર્ય ઉપજાવે તેવો સર્વતોભદ્ર નામનો નંદીશ્વરના કર્મ જાન માટે કંટેલિયા જાતિના પાષાણના 16 થાંભલાઓ આ પાવન પર્વત (પાવ ગઢ) થી જલમાર્ગે આવ્યા હતા એવો ઉલ્લેખ વિ.સં. ૧૩૬૧માં રચાયેલા પ્રબંધ ચિંતામણિ (વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ)માં મળે છે. આ પરથી પાવાગઢ અતિપ્રાચીન તીર્થ છે તેનો ખ્યાલ આવે છે. આ પાવાગઢ તીર્થનો પુનરુદ્ધાર કરવા માટે પરમાર ક્ષત્રિયોદ્વારક, ચારિત્ર ચૂડામણિ, જેન દિવાકર આચાર્ય શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન્ન સુરીશ્વરજીએ ઈ.સન ૧૯૮૧માં પ્રેરણા કરી.