Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અપૂર્વ મંગલમાલા અન્ય કોઈ પણ દેવ તરફ કવિનાં શ્રધ્ધા-ભકિત વળ્યાં નથી. કવિ કહે છે મારું મન તો સદા આપનાં ચરણોમાં જ રહેશે, એક જન્મમાં નહીં; ભવાન્તરે પણ અન્ય કોઈ દેવને મારું હૃદય સ્વીકારી શકશે નહીં. પોતાના ઇષ્ટદેવ પરત્વેની કેવી અખંડ શ્રદ્ધા! બધા જ ભક્તોની આવી હૃદયસ્થિતિ હોય છે. તુલસીદાસ ધનુષ્યબાણ વિનાના અન્ય કોઈ પણ દેવ સમક્ષ માથું નમાવવાની ના કહી દે છે. તો ભક્ત કવિ દયારામ ગોપીજનવલ્લભ કૃષ્ણ સિવાય કોઈને પણ હૈયે સ્વીકારવા રાજી થતા નથી. “જા કી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત દેખિ તિન તૈસી.” પોતાના આરાધ્યદેવ માટેનો અનન્ય અનુરાગ-જન્માંતરને પ્રેમ-એનું નામ ભક્તિ. મેરૂતુંગાચાર્ય વિચારે છે, આવા પરમ ધન્ય પ્રભુનાં માતા કેવાં મંગલમૂર્તિસમાં હશે? જગતમાં અનેક પુત્રોને અનેક સ્ત્રીઓ જન્મ આપે છે. પણ યુગાન્તરે એવા કોઈક પુણ્યાત્મા પ્રગટે છે; જે વિશ્વનો અંધકાર દૂર કરીને અમર બને છે. આવા પુણ્યાત્માને જન્મ આપીને માતાનો ખોળો ધન્ય બને છે. કવિ, પ્રભુનાં મા મરુદેવીને યાદ કરતાં, આનંદવિભોર બની જાય છે અને સાથે કવિવાણી પણ ધન્ય થઈ રહે છે. 'स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुतं त्वदुयमं जननी प्रसूता। सर्वा दिशो दधति भानि सहस्त्ररश्मिं प्राच्येव दिग्जनयति स्फुरदंशुजालम् // દેવપુરુષને જન્મ આપનાર માતા અને સૂર્યને પ્રગટાવનાર પૂર્વ દિશા કવિ માટે સરખાં છે. બધી દિશાઓને ખોળે અનેક તારલિયાઓ ટમકતા, મલકતા હોય છે, પણ સૂર્યને તો માત્ર પ્રાચી-પૂર્વ દિશા જ પ્રગટાવે છે. સૂર્યને જન્મ આપીને પૂવીનો ખોળો કેવો ધન્ય બને છે? કવિની સર્જકતાનો અનુભવ કરાવતી આ પંક્તિ “ભક્તામર સ્તોત્ર'ની મેરુપંક્તિ બની રહે છે. | મુક્તિ માટેનો એકમેવ પંથ આદિનાથનાં ચરણોમાં રહેલો છે. પ્રભુને યોગ્ય રીતે સમજી-પામીને માનવી ભવબનોમાંથી મુક્ત બની શકે છે. કવિ કહે છે, ત્યામેવ ચાપત્તપ્ય ગતિ મૃત્યું! પ્રભુનાં ચરણોમાં મૃત્યુને જીતવાની શક્તિ છે. કર્મનો ભાર માનવીને પળેપળ સંસારની ગડમથલમાં