Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 28 ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન ધર્મનો ફાળો 5. નિવૃત્તિને આદર્શ | સર્વસ્વનો ત્યાગ એ સંપૂર્ણ અહિંસકનું અનિવાર્ય આચરણ છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં પ્રમાદ છે, હિંસા છે, પાપ છે. મુમુક્ષમાં મમત્વપ્રેમ એ પરસ્પર વિરોધી છે. તેથી જૈન ધર્મે ધર્માથી કે આત્માર્થી માટે સર્વસ્વનો ત્યાગ એક અનિવાર્ય શરત તરીકે રજૂ કર્યો. પરંતુ એ ત્યાગ સંપૂર્ણ બ્રહ્મચર્ય વિના ન જ સંભવે તેથી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન પણ તેમને માટે અનિવાર્ય બન્યું. આ તરફથી વેદવિશારદ બ્રાહ્મણોને તે ખટકયું. તેઓ ગૃહસ્થાશ્રમી પણ હતા અને પરિગ્રહી પણ. તેમને આશ્રમવ્યવસ્થા સામે ઉપરનો આદર્શ એક ફટકા સમાન લાગ્યો; પણ મહાવીરના વિવેકે તો જાહેર કર્યું કે જો બ્રહ્મચર્યાશ્રમ શ્રેષ્ઠ હોય અને છે જ તો પછી માણસ શરૂઆતથી જ એટલે કે બ્રહ્મચર્યાશ્રમથી જ જીવનપર્યત બ્રહ્મચારી અને ત્યાગી રહે તો શું ખોટું? તેથી તો તેના આત્માનું અને સમાજનું ઉભયનું કલ્યાણ જ છે. જેની ઓછામાં ઓછી હાજતો હોય છે તે જ આત્મહિત અને પરિણામે જગતહિત વધારેમાં વધારે સાધી શકે છે. વચલા કે પછીના આશ્રમોની અનિવાર્યતાનો ત્યાગ કરીને અને માત્ર પહેલા આશ્રમમાં રહેનારાની ઉત્તમતાનો પ્રચાર કરીને તેમણે શ્રમણ સંસ્કૃતિની વિશેષતા જનતા સમક્ષ રજૂ કરી. તેમણે જાહેર કર્યું કે કામગુણો સંસારનાં મૂળ છે. કુટુંબકબીલામાં કે બીજે કયાંય આસકત રહેનારા માણસથી આત્મસાક્ષાત્કાર અનેક ગાઉ આઘો રહે છે. 6. અનેકાંતદષ્ટિ જૈન ધર્મની મહત્ત્વની વિશેષતા અનેકાંતદષ્ટિને તેના સ્વીકાર અને નિરૂપણમાં છે. કોઈ પણ એક વસ્તુને એક જ બાજુથી કે એક જ અપેક્ષાથી ન નિહાળતાં તેને બધી બાજુએથી જોવી વિચારવી અને પછી તે વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવો એ અનેકાંતદષ્ટિ છે. એનું બીજું નામ ' છે સ્યાદ્વાદ. અનેકાંતવાદનું અપરના વિવેકવાદ કહી શકાય. એ એક મહાશક્તિ છે, જેનો આશ્રય લેનારને તે સ્થિર ગષક બનાવે છે, અત્યંત, જાગ્રત અને વિવેકશીલ રહેવા પ્રેરે છે. એની મદદથી ચાલનાર માણસ આચારક્ષેત્રે કે વિચારક્ષેત્રે, દાર્શનિકોની વચ્ચે કે આધ્યાત્મિકોની વચ્ચે, પ્રવૃત્તિમાં