Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 38 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 6. તપનું તેજ - પ્રાગજી ડોસા जहा पोमं जले जायं नोपलिप्पइ वारिणा। જેમ કમળ જળમાં જન્મે છે છતાં જળથી લોપાતું નથી તેમ રહેવું. - ઉત્તરાધ્યયનસૂત્ર રાજા જિતશત્રુના રાજ્યની વાણિજનગરીમાં શ્રાવક આનંદ એમની પત્ની શિવાનંદા સાથે રહેતા હતા. પૂનમના ચાંદ જેવું જેનું મુખ છે એવો રૂપાળો કુંવર છે. માતાપિતા પુત્રને ખૂબ લાડ કરે છે. તે સાથે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર એ રત્નત્રયીનો બોધ પણ કરે છે કારણ પુત્ર કિશોર વય વટાવી ચૂક્યો છે અને તેઓ બન્ને પણ જિનપ્રભુએ જે ધર્મોપદેશ કર્યો તેને અનુસરતાં હતાં. એક દિવસ પ્રાત:કાલે શિવાનંદા આનંદ પાસે આવી અને કહ્યું, “સ્વામી, તમે મંદિરે સામાયિક અને પ્રતિક્રમણ કરવા જાઓ છો તો લો આ તમારી મુખવસ્ત્રિકા અને પૂંજણી.” ગૃહિણી, એ લાવવાનો શ્રમ તમે શા માટે લીધો?' ‘તમારી સેવા કરવી એ મારો ધર્મ છે.” ખરી વાત, પણ મનુષ્યના હાથપગ ચાલતા હોય તો પોતાનું કામ જાતે કરવું જોઈએ, નહીં તો પરાવલંબી બની જાય.” ત્યાં પુત્ર આવ્યો. “પિતાજી, તમને કંઈ સુગંધ આવે છે?' ‘હા, મોગરાની અગરબત્તી જલતી હોય એવો ભાસ થાય છે.'