Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 30 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 5. જૈન આગમ સાહિત્ય : એક ઝલક - માવજી કે. સાવલા જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને આવરી લેતા મૂળગ્રંથો આગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. જૈન તીર્થકર ભગવાન મહાવીરે આપેલ ઉપદેશ એમાં સમાવિષ્ટ છે. શ્વેતામ્બર મત પ્રમાણે આગમ સાહિત્ય મહાવીર પ્રણીત છે, અને ભગવાન મહાવીરના અગિયાર ગણધરોએ (પટ્ટશિષ્યોએ) એને સૂત્રબદ્ધ કર્યું છે, જ્યારે દિગમ્બર મતાનુસાર આગમ સાહિત્ય મહાવીરના મુખેથી ઉચ્ચારેલું છે; પરંતુ હાલ જે સાહિત્યો ઉપલબ્ધ છે તે મૂળ નથી. દિગમ્બર મતઅનુસાર મૂળ આગમ સાહિત્ય ઘણું બધું નાશ પામ્યું છે, આમ છતાં એમના ગ્રંથોમાં પ્રાચીન આગમોનો ઉલ્લેખ જોવા મળે છે. આ આગમ સાહિત્ય મહાવીરના નિર્વાણ પછી સદીઓ સુધી મૌખિક પરંપરારૂપે રહ્યું. મહાવીરના નિર્વાણ પછી લગભગ 80 વર્ષ બાદ આઈસ્કંદિલના સાન્નિધ્યમાં મથુરામાં સંમેલન યોજાયું અને એમાં આ આગમ સાહિત્યના સંકલનનો પ્રયાસ થયો. તેવીજ રીતે લગભગ એ જ અરસામાં વલભીમાં નાગાર્જુન નામે એક મૃતધર હતા, તેમણે વલભીમાં એક સંમેલન યોજ્યું. એ સંમેલનમાં એકઠા થયેલ સાધુઓએ ભુલાઈ ગયેલા સૂત્રો યાદ કરીને સંકલિત કર્યા, જેને વલભીવાચના તરીકે નામ આપ્યું, અને તેના નાગાર્જુનીય પાઠ તરીકે ઉલ્લેખ નંદીસૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં મળે છે. મહાવીર સ્વામીના નિર્વાણ પછી આચાર્ય ભદ્રબાહુના સમયમાં પણ એક વાચના થઈ જેનો કાળ ઈ.સ. બીજી સદીનો ગણાય છે. આ વાચના નેપાળ દેશમાં થઈ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત આવી અન્ય વાચનાઓ પણ