________________ બાલ મુનિરાજશ્રી યશકીર્તિવિજયજી આદિ મારા શિષ્ય-પ્રશિષ્ય પરિવારને મારે જરૂર યાદ કરવા જોઈએ. * તે બધાયે કરતાં મને દરેક રીતે મારા જીવનના ઉત્થાનમાં પ્રેરણાદાયી તથા મારા પ્રત્યે અનેક રીતે વાત્સલ્ય દાખવી મને પિતાના અંતરની અમીભરી હુંફથી ને હૈયાનાં મમતાભર્યા પ્રેમથી સદાને માટે મંગલ ને કલ્યાણમયી અમૃત વૃષ્ટિથી સિંચી મારી જીવનવાડીને હરીયાલી રાખનાર મારા પરોપકારી પરમહિતેષીપ્રાતઃ સ્મરણીય દ્રવ્ય-ભાવ બંને પ્રકારના જીવનદાતા સ્વ. પૂ.પાદ પંન્યાસજી મહારાજ શ્રી સુબુદ્ધિવિજયજી ગણિવરશ્રી તથા પ્રશાંતવિદુષી પ્રવતિની સાથ્વીરત્ન શ્રી દર્શનશ્રીજી આ બને પરમ પવિત્ર પુણ્યવાન મહાભાગ્યશાળીઓના મારા પરના ઉપકારને હું જીવનભર ભૂલી શકું તેમ નથી કે તેમના મારા પરના એ અપ્રતિમમ-વાત્સલ્ય વારિધિને હું કદી વિસરી શકું તેમ નથી. છે. તદુપરાંત બાલ્યકાળથી જ જેઓશ્રીનાં પાવનકારી ને મંગલમય ચરણોમાં મેં મારું જીવન સમર્પિત કર્યું; ને જેઓશ્રીએ પિતાસમ સનેહ. ને માતાસમ વાત્સલ્ય વારિધિથી પિતાનાં કરૂણુ પૂર્ણ હૈયાના અમી સીંચીને મને સદા-સર્વદ શ્રી જિનેશ્વરદેવના કલ્યાણકર રત્નત્રયીના પુનિત માર્ગની આરાધનામાં જોડી દેવાદિદેવ શ્રી જિનેશ્વરદેવના પરમતારક શાસનની યથાર્થ પિછાન કરાવીને પરમ કલ્યાણકારી એકાંતે આત્મતારક શાસનની નિષ્ઠા, શ્રદ્ધા તથા દઢતા, મારા જીવનમાં જાગૃત કરવા મને આધ્યાત્મિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust