________________
મારી વાત
છીએ. પ્રાચીન નગરનાં ભગ્ન ખંડેરે કયારેક મહારનાં નીર સાથે છબછબિયાં કરે છે. કેઈ ઈતિહાસ પ્રેમી ભગ્ન ખંડેરેમાં ભવ્ય પ્રાસાદની કલ્પનાને ચગાવત એકલે–અટૂલ એ વાત સાંભળે છે, અને ટાંચણ–પિથીમાં કાંઈક ટપકાવે છે, એ ટાંચણપથી તે આ જ ગૌરવ ગાથા.
આપણું વતનના અસ્તિત્વને સમય ઉલેખ કઈ દંતકથામાં કયાંય મળતો નથી. પુરાણકાળથી આપણું વતને શસ્ત્રો સજે છે, સજાવ્યાં છે. શાસ્ત્રો ઉગામ્યાં છે ને પ્રહાર ઝીલ્યા પણ છે. પુણ્ય પ્રદેશની આછી જાતનાં કિરણને પ્રકાશ એણે મેળવ્યો છે. પુણ્યક સંતેના પગલે એ પાવન થયેલ છે. જૈનશાસનના ધર્મધુરંધર આચાર્યોના, મુસ્લિમ એલીયાઓના, રાજદ્વારી પુરુષના જીવન અને દેહને આ ભૂમિએ અપનાવ્યા છે. હાલ પણ સંતે, સેવક, વિરે, શ્રેણીઓ, સાહિત્યકાર, કવિઓ, કલાકાર, ઉદ્યોગ પતિઓ અને ચાણક્યસમા રાજનીતિજ્ઞએને જન્મ આપેલ છે.
શિલાલેખો, તામ્રપત્રો, વસ્ત્રપટ્ટો, ભાટચારણોની દંતકથાઓ અને લોકકથાઓથી કોને ખબર કે આ કેટલું ય પ્રાચીન હશે ! અસ્પષ્ટ હેવાલમાંથી સત્ય શોધવું એટલે કાદવમાંથી કંચન ખેળવા જેવું કે મધ્ય દરિયામાંથી મતી મેળવવા જેટલું અઘરું છે.
પુણ્ય લેક ભગવાન શ્રીરઘુકુલમણી રામચંદ્રજી અને યુદુકુલનંદન ભગવાન શ્રીકૃષ્ણચંદ્રના યુગનાં આછાં અજવાળાંને પ્રકાશ મેળવવાનું ભાગ્ય આ ભૂમિને ફાળે આવ્યાની કથાઓ કહેવાય છે.
કાળની ખંજરી બજતી રહી, તેમ તેમ ઈતિહાસ તેવી ગાથા ગાતે રહ્યો. ગુજ. રાતની ઐતિહાસિક સ્થળ સ્થાઓમાં જાણવામાં આપણું વતનની કથા-ગાથાને પણ સ્થાન મળ્યું છે.
ગુજરાતની પાટ પર રાષ્ટ્રકુટવંશની સત્તાનાં મંડાણ થયાં. માંડલિકે મુકાયા. દક્ષિણ પહેરવેશ કે સંસ્કૃતિ ગુજરાતને પૂર્ણતયા સ્પશી નહિ. કપડવણથી જડેલાં તામ્રપત્રોથી જાણવા મળે છે કે કર્પટવાણિજ્ય સાથે ૭૫૦ ગામડાં દાનમાં અપાયાં હતાં. રાકુટવંશની દાનશીલતાનો આ જ નમૂના છે.
વર્ષો વીત્યાં ને ગુજરાતને ગૌરવવંતે ચાવડા અને સોલંકીઓને સુવર્ણ યુગ આવ્યો.
આ ભૂમિ કપટવાણિજ્યના નામે પ્રસિદ્ધિ પામી. વેપાર માટેની યેગ્યતા સાબિત કરી.
સમયનાં વહેણમાં ઈસ્લામની ધમાં ધતા સાથે સવારી આવી. શાંતિ અને શૌર્ય હતા પણ ધમધતાથી પ્રજાના હૈયામાં આરામ ન હતું,