________________
૧૦.
કપડવણજની ગૌરવ ગાથા | મોગલાઈની મહત્તા જાળવનાર શૌર્ય. કુનેહ અને વફાદારી ટકાવનાર નમૂના રૂપ ગૌરવવન્તા બાબીવંશનાં પગલાં આ ભૂમિને જરૂર ભાગ્યવંત બનાવત, પણ અહીં રહેતા છેલ્લા વંશજે આ ભૂમિને પિતાની કમનસીબીએ ગુમાવી.
મરાઠા યુગનાં મંડાણ થયાં, વીર શિવાજીના અનુયાયીઓ સત્તા અને લક્ષમીના લોભમાં સારી એ પ્રજાને રંજાડતા આવી પહોંચ્યા. તોફાન, લૂંટ અને અંધેરથી પ્રજા હેરાન થઈ ગઈ. એ યુગ આથમ્યો. અંગ્રેજોનું શાસન આવ્યું, હથિયારે દૂર થયાં. શૌર્ય ઓસરતાં પ્રજાને ભાગે તે વિષપાન રહ્યાં.
ભારત આઝાદીના સ્વપ્નના શિલ્પીઓએ એક સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલ્યો. ભગવાન મહાકાલની કઈ જુદી જ ઘટના બની. અંગ્રેજ શાસન સ્થિર થયું.
ભૂતકાળના શહીદોના તેજપુંજમાંથી નવી જ્યોત પ્રગટી ઉન્નતિના શિખરે, પરદે– શીઓની ધુંસરી ફગાવી દેવા વિશ્વવંદ્ય પ્રાતઃસ્મરણીય મહાત્મા ગાંધીબાપુએ અહિંસક લડત દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસન અને તેની વિચાર શ્રેણીને વિદાય દેવા ભારતની મહાન રાજકીય સંસ્થા “અખિલ ભારતીય મહાસભા” [ Indian National Congress] -દ્વારા લડત આપી. સન ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટે અંગ્રેજ શાસકોને દૂર કરી ભારતને સ્વાતંત્ર્ય બયું અને દેશમાં ગણતંત્ર રાજ્યની સ્થાપના થઈ.
આઝાદ ભારતના નાગરિક તરીકે આપણું વતનની ગાથા લખવાની મેં જે તેમના સેવી હતી તે આ ગ્રંથ દ્વારા સાકાર કરી. તે આ ગૌરવગાથા. સૌ એ ને લાભ લેશે અવું માની વરમું છું.
મું. માઈ પીન ૩૮૩૩૩૦
ડે. પિપટલાલ વૈદ્ય