________________
કળશ-૧૫૩
નથી. એ તો (“સમયસારની) ત્રીજી ગાથામાં આવ્યું હતું. પોતે ભગવાનઆત્મા અનંત ગુણ અને એની નિર્મળ પર્યાય એનો પોતાનો અનંત સ્વભાવ (છે) તેને ચૂંબે છે, તેને ઈ સ્પર્શે છે પણ અન્ય દ્રવ્યને ત્રણકાળમાં ચુંબતો નથી. આત્મા સિવાય કર્મ, શારીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ-પરિવાર (આદિ) પરપદાર્થને તો ઈ કોઈ 'દી અડતો પણ નથી. આહા..હા....! છતાં અહીં કહે છે કે, ભોગક્રિયા કરે છે એમ કીધું. કાલે ઈ ખુલાસો કર્યો હતો.
એ પૂર્વના કોઈ પુણ્યને કારણે જે સામગ્રી મળી છે, અરે..! પાપને કારણે પ્રતિકૂળ સામગ્રી મળી તો) જરી પુરુષાર્થની નબળાઈને લઈને જરી આસક્તિનો ભાવ આવે (તો) એ ભોગને ભોગવે છે એમ કહેવામાં આવે છે છતાં પણ તેમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આ..હા...હા...! મારો આત્મા આનંદસ્વરૂપ છે ! ઈ આનંદનો ગાંઠડો છે ! એવા આત્માના આનંદના સ્વાદને (અને) ભાનને લઈને એને ભોગની ક્રિયાની મીઠાશ નથી. આહાહા... એને ઝેર તરીકે જાણે છે. એથી તેને બંધન નથી એમ અહીં કહેવું છે. આહાહા...! આવી વાતું છે. સમજાણું કાંઈ ? છે ?
એ તો “જ્ઞાયકસ્વરૂપમાત્ર છે. એ તો જાણનાર-દેખનાર (છે). જેમ મિથ્યાદૃષ્ટિપણે રાગ આદિનો સર્વનો કર્તા માનતો હતો ત્યાં આત્માના ભાનમાં સર્વનો જ્ઞાતા માને છે. આ દૃષ્ટિમાં ફેર (છે). અજ્ઞાનપણે પોતાનું આનંદ, જ્ઞાન સ્વરૂપ અતીન્દ્રિય આનંદનું દળ ! તેને ભૂલીને રાગના કણને પણ કરે અને કર્તા થાય) તો તે જ્ઞાતાપણું છે તે એને છૂટી ગયું છે. એ પરનો કર્તા થઈને ત્યાં રોકાઈ ગયો છે.
ધર્મી, અજ્ઞાની જેવો એકનો કર્તા છેતો અનંતનો કર્તા (થાય છે) એમ ધર્મી એક જ્ઞાતાસ્વરૂપનો જાણનાર (થયો) તો એ બધી ચીજનો જાણનાર (થાય છે). આહાહા.! સ્વને જ્ઞાનાનંદ તરીકે જાણે અને પરને પરય તરીકે જાણે. આવી વાતું છે ! એ જ્ઞાયકસ્વભાવમાત્ર (છે). ધર્મી તો એને કહીએ કે જેનો જાણનાર, દેખનાર જ સ્વભાવ છે. સ્વભાવવાન આત્માનો આ સ્વભાવ છે.
ચૈતન્યના તેજ ! ઝળહળ જ્યોતિ જ્ઞાયકભાવ ! તે તેનો – ધર્મીનો સ્વભાવ છે. રાગનું કરવું કે પરના ભોગની મીઠાશનું થવું એ હવે ધર્મીને નથી. ચાહે તો ઇન્દ્રના ઇન્દ્રાસનમાં સમકિતી હોય તો પણ તેના તરફનો જે વિકલ્પ ઊઠે છે એને એ ઝેર તરીકે જાણે છે અથવા એને જ્ઞાતા તરીકે જાણે છે. આહાહા.
મિથ્યાદષ્ટિ જીવ જ્ઞાયક સ્વભાવને નહિ જાણતો પુણ્ય અને પાપ આદિના ભાવ જી. વિકત ભાવ જે એનો સ્વભાવ નથી તેને રચતો, કરતો, ભોગવતો મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા..! આવું છે.
એથી કહે છે કે ધર્મ તો જ્ઞાયકસ્વભાવમાત્ર (છે). જોયું ? માત્ર (કહ્યું છે). રાગ નહિ, પુણ્ય નહિ, પાપ નહિ, ભોગની સામગ્રી પણ નહિ, એ તો જ્ઞાયકમાત્ર (છે). સૂર્યનો જેમ