________________
વાસન
ચકાસના
યોગમુદ્રાસન
વિભાગ-૧ છે, તેથી દરેક શબ્દોના ઉચ્ચારણની જુદા-જુદા પ્રકારની અસર શરીર પર પડે છે.
મંત્ર ઉચ્ચારણ-શાસ્ત્રીય રાગ, ગાયનો, કલીલ દ્રાવણ સંરચના પર અસર કરે છે. અણુ અને પરમાણુથી આગળ વધીને કોલોઈડના ક્ષેત્રમાં પ્રવેશ કરાવે છે. ત્યાં ઉર્જા સ્વરોનાં સ્પંદનોથી ખૂબ જલ્દી અસર પામે છે. મંત્ર-ધ્વની અને શાસ્ત્રીય રાગો આપણી શ્લેષ્મ સપાટી માટે જરૂરી પોઝિટીવ ચાર્જ ઉત્પન્ન કરે છે.
લંડનના કેટલાક ડોક્ટરોએ ગર્ભવતી મહિલાઓને સંગીતની | સુરાવલીઓ અને ખાસ પ્રકારના મંત્રોચ્ચારોનું શ્રવણ કરાવ્યું. તેમાં ૨૯૦ માંથી ૨૮૪ બાળકો સામાન્ય બાળકો કરતાં વધુ તંદુરસ્ત, શક્તિશાળી, બુદ્ધિશાળી અને સુંદર જણાયા. ગર્ભસ્થશિશુની ચોથે-પાંચમે મહિને શ્રવણશક્તિનો વિકાસ થઈ જતો હોવાથી સંગીત ધ્વનિની જલ્દી અસર થાય છે. માટે હિંદુસ્તાનમાં ધર્મશાસ્ત્રોમાં ગર્ભવતી સ્ત્રીઓને ટી.વી. પશ્ચિમી સંગીત, કઠોર શબ્દોનું શ્રવણ કરવાની મનાઈ કરેલ છે, અને શાસ્ત્રીય સંગીત, મંત્રોચ્ચાર, સ્તોત્રોનાં પાઠ કરવાના કહ્યાા છે. એને કારણે માતા અને બાળકમાં શરીરમાં પ્રોટોપ્લાઝમ વધુ મજબૂત થાય છે. સ્નાયુ દઢ બને છે, શરીર અને મન સ્વસ્થ શાંત બને છે.
ન્યુયોર્કનાં ડો. એડવર્ડ પોડોસ્કી જણાવે છે. ખાસ પ્રકારની ધ્વનિ સંગીતના સુરોથી હૃદય રોગોમાં રાહત મળે છે. શરીરને નુકશાનકારક તત્ત્વો-ઝેરી પદાર્થોનો નિકાલ કરવા આ ધ્વનિનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકાનાં પિટ્સબર્ગમાં રહેતા રાલ્ફ લોરોન્સ અમેરિકાનાં ન્યુયોર્ક શહેરનાં શેટગે સરોવર પાસે આવેલા બ્રેનાડર્સ વિલ નામના ગામમાં અદ્યતન સાધનોવાળું રેકોર્ડિંગ થિયેટર ઉભુ કર્યું છે. એ કહે છે - માનવીનો રોગ બધી રીતે અસાધ્ય થઈ ગયો હોય ત્યારે પણ તેની ચેતનાના અંતિમ સ્ત્રોત સુધી અદ્રશ્ય સ્વર લહરીઓની અસરથી એને સારો કરી શકાય છે.
જ્યારે હિંદુસ્તાનમાં જૈનધર્મ વિગેરે ધર્મોમાં વિવિધ મંત્રોચ્ચાર દ્વારા દરેક પ્રકારનાં દુઃખો – આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર કરવાના ઉપાયો હજારો વર્ષોથી બતાડ્યા છે. મનનાર્ ત્રાયતે ઈતિ મન્ત્ર – જેનું વારંવાર જાપ, મનન, ચિંતન કરતાં રહેવાથી મન-વચન-શરીરનાં તાણમાંથી રક્ષણ થાય છે. આપણા ઋષિ-મુનિઓ મહા વૈજ્ઞાનિક હતા એમણે વિવિધ મંત્રોચ્ચારોની વૈજ્ઞાનિક પદ્ધતિઓ શોધી છે. જેમાંની એક “ૐકાર' જાપ છે.
ઉગ્રાસન
પવનમુક્તાસન