________________
વિભાગ-૫
વર્તાય છે અને દમ તથા કંપવાના રોગમાં ફાયદો જણાય છે. તોતડાપણું અને દાંતના દર્દમાં પણ બંગડી પહેરવાથી રાહત રહે છે.
વીંટી અલગ અલગ આંગળીઓમાં વીંટી પહેરવાથી જુદા જુદા રોગ સારા થાય છે. કનિષ્ઠિકામાં વીંટી પહેરવાથી હૃદયરોગ, છાતીની પીડા, માનસિક તાણ વગેરેથી છુટકારો મળે છે. કફ દૂર કરવા અને લીવર જેવા અવયવોનો પ્રદાહ દૂર કરવા માટે સોનાની વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે. પિત્ત અને વાત જન્ય રોગ માટે ચાંદીની વીંટી પહેરવી. દમ તથા કંપવાની ફરિયાદ માટે તાંબાની વીંટી પહેરી શકાય. બાજુબંધ પૂરાણ કાળના ભારતીયો ખભા તથા કોણીની વચ્ચેના ભાગમાં બાજુબંધ પહેરતા. આ બાજુબંધો હાથ અને ખભાની પીડાથી તો છુટકારો મેળવી જ આપે છે, પણ સાથે સાથે હૃદયની કાર્યક્ષમતા પણ વધારે છે. બુટ્ટી અને કુંડલ શરીરના વિવિધ અવયવો સાથે સીધી રીતે સંકળાયેલા હોય એવા કુલ ૭૦ બિન્દુઓ કાનની આસપાસ આવેલા છે. કાનમાં બુટ્ટી કે લટકણિયા પહેરવાથી ફેફસાં, યકૃત, કાકડા, હર્નિયા
ગળાના રોગ વગેરેમાં રાહત રહે છે. નથણી કફ અને નાકની અન્ય સમસ્યાથી છુટવા માટે ચૂંક પહેરવી જરૂરી છે. ટૂંક પહેરવાથી સુંઘવાની શકિતનો વિકાસ
થાય છે.
ચાંદલો દિમાગ ઠંડુ કરવા અને મગજ શાંત કરવા માટે ચાંદલો કરવો આવશ્યક છે. વિવાહિત સ્ત્રીઓ સેંથામાં જે સિંદુર ભરે છે તે વાસ્તવમાં લાલ ઓકસાઈડ છે અને કેટલાંય રોગ સારા કરવા માટે સુવિખ્યાત છે. ચાંદલો કરવાની ટેવ આધ્યાત્મિક શાંતિ અર્પે છે. કમરબંધ કમર પર કટિબંધ પહેરનારી મહિલાઓમાં પાચનશકત અંગેની કે માસિક ધર્મ અંગેની ફરિયાદ ખૂબ ઓછી જોવા મળે છે. કમર અને પીઠના દર્દ ઉપરાંત પેટ સંબંધી તકલીફમાં પણ કટિબંધ રાહત આપે છે. ઝાંઝર ઝાંઝર પહેરવાથી એડીનું દર્દ ભાગ્યે જ થાય છે. પીઠની નીચેના હિસ્સામાં અને પીંડીમાં પણ પીડા નથી થતી. રક્ત સંચાર યોગ્ય રહે છે અને હિસ્ટેરીયા, શ્વાસ, મૂત્રરોગથી પીડાવાનો ખતરો ઓછો રહે છે.
અજમાવી જુઓ
શતાવરી, અશ્વગંધા, બ્રાહ્મી, હરડે, સૂંઠ, ગળો, આમળા, લીમડો, જેઠીમધ વિશે જેટલું લખીયે તેટલું ઓછું પડે છે, આયુર્વેદની બુકો દ્વારા જાણી લેવું. આ બધી ઔષધી જો તાજી, રસપૂર્ણ અને સંપન્ન હોય તો માનવામાં ન આવે એટલું ન ઝડપી મૂળગામી પરિણામ આપે છે.
69
'