________________
પરિશિષ્ટ
૪) ભાવ અભક્ષ્ય : કેળાવડા પણ જૈન બટાટાવડા સમજીને ખાવો તો ભાવ
અભક્ષ્ય.
ગરમ કર્યા વગરના દૂધ-દહીં-છાસ સાથે કઠોળ (જેના બે ફાડિયા થાય) ભેગા થાય તો એમાં બેઈન્દ્રિય જીવ ઉત્પન્ન થાય દ્વિદળ એ જૈનશાસનની લેબોરેટરીમાં જ જાણવા મળે. પૂર્વ કાળનાં ૨૨ અભક્ષ્યને
પાછળ પાડી નાખે તેવા વર્તમાનનાં ૨૨ મોર્ડન અભક્ષ્ય છે...!
૫) ૫ પ્રકારના બેકરી અભક્ષ્ય : પીત્ઝાબ્રેડ-પાઉં-કેક-બિસ્કીટ-ચોકલેટ.
આપણે ઘરમાં આજનાં રોટલી-ભાત કાલે ખાતા નથી કારણકે તે વાસી છે. તો ઘણા દિવસના બ્રેડ-પાઉં કેવી રીતે ખવાય ? બ્રેડ-પાઉં માટે જે બજારનો મેંદો બનાવાય છે તે પુષ્કળ જીવાંત-ઈયળોથી ભરપુર તદ્દન સડેલા અનાજ માંથી બને છે. કેટલાય દિવસનો લોટ હોય છે. કાળની મર્યાદા નથી હોતી. બનાવવાનો પ્રોસેસ (એકવાર જે પ્રત્યક્ષ જુએ તે જીંદગીમાં ખાવાની હિંમત ન કરે) પણ હિંસક, જયણા વગરનો હોય છે. બેકરીનાં કર્મચારીનો ઈન્ટરવ્યુ લેવામાં આવેલ, તેણે કહ્યું ‘હું ક્યારે’ય બેકરીની કોઈ ચીજ ખાતો નથી. મહિનાઓ પહેલાનાં ગંદા લોટનાં ઢગલા પડ્યા હોય છે, જેમાં ઈયળ, ધનેરાં, જીવાંત ખદબદતા હોય છે. ઉંદરડાઓ દોડતા હોય છે એની લીંડીઓ વાંદાઓ ઘૂમતા હોય છે એને સાફ કર્યા વગર ટેંકનાં ગંદા પાણીથી બ્રેડ-પાઉં
બનાવવામાં આવે છે.
આવી વસ્તુઓ તમારા શરીરમાં ક્યા રોગ પેદા ન કરે...! જેને જીભનાં સ્વાદ લાગેલા હોય તે જ આવી ચીજો ખાય છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાર્માકોલોજીકલ રિસર્ચનાં વૈજ્ઞાનિકોનાં અહેવાલ મુજબ વધુ પડતી બ્રેડ વગેરે ખાનારને આંતરડાં-કિડનીનાં કેન્સર, હાર્ટએટેક, બી.પી. વગેરે રોગો
થાય છે.
૧૦) ૫ પ્રકારનાં ડેરી અભક્ષ્ય : બટર, ચીઝ, પનીર, મીલ્ક પાવડર, દહીંછાશ, શ્રીખંડ વગેરે..!
પ્રાણીઓનાં શરીરમાંથી ખેંચેલી ચરબીમાંથી બનાવીને એસેન્સ નાંખીને બનાવાય છે. બટર મહાવિગઈ છે. દારૂમાંસની સાથે એનું સ્થાન છે. ચીઝ : વાછરડાનાં શરીરમાંથી કાઢેલા તત્ત્વમાંથી બને છે. બજારૂ પનીર પણ અભક્ષ્ય છે. મિલ્ક પાવડરમાં રહેલ મેલા માઈન (પ્લાસ્ટિકીક) તત્ત્વથી કીડનીમાં સ્ટોન થાય છે. ડેરીનાં દહીં-છાશ-શ્રીખંડ ચલિત રસ વાસી ઘણા દિવસોની ચીજો ન ખવાય.
૧૫)
૫ પ્રકારનાં ફાસ્ટફૂડ અભક્ષ્ય :
પીત્ઝા, બર્ગર, સેન્ડવીચ, ચાઈનીઝ, ચટાકેદાર (પાણી-પૂરી, ભેલપૂરીપાઉં-ભાજી, વગેરે)
આ બધાં જંકફૂડ અને ફાસ્ટફૂડમાં કેલેરી અને પ્રોટીન બિલ્કુલ નથી અને કેવળ ચરબી રોગોને વધારનારા છે. મેદસ્વીપણું વધારે અને આયુષ્યને ઓછું કરે છે.
૨૮