Book Title: Kalapurna Sanskar Shibir
Author(s): Chittaprasannashreeji, Chittaranjanashreeji
Publisher: Kalapurna Sanskar Shibir

View full book text
Previous | Next

Page 294
________________ પરિશિષ્ટ માનવ શરીર પરમપિતા પરમાત્માનું શ્રેષ્ઠ મંદિર છે, તેના દ્વારા પરોપકારનાં ઉત્તમ કાર્યો કરવા જોઈએ, તેને ગમે તેમ વાપરીને અકાળે વૃદ્ધ બની - રોગોથી ઘેરાઈ જવું તે પરમાત્માનો મહાઅપરાધ છે, માટે.... બસ આટલું જ કરો....! પૃથ્વી થોડીવાર ઉઘાડા પગે જમીન પર ચાલો. કોઈકવાર કુદરતી જમીન - ચટાઈ - સંથારા પર સુવાથી શરીર સ્ફૂર્તિવાળું બને છે. જલ : સવારે ઉઠીને ૧/૨ લીટર અને આખા દિવસમાં ૩ લિટર પાણી પીવો. ૭ જમ્યા પહેલા અને જમ્યા પછી જ અડધા કલાકે પાણી પીવું જોઈએ. અગ્નિ દ૨૨ોજ સવારે થોડીવાર સૂર્યનો તાપ લેવાથી ચામડી જીવંત અને મન પ્રફુલ્લિત બને છે. ઘરમાં હંમેશા સૂર્યપ્રકાશ આવવો જોઈએ. સૂર્યપ્રકાશ શરીરને વિટામીન-ડી આપી ક્રિયાશીલ બનાવે છે. વાયુ : શુદ્ધ હવા મેળવવા ઘરની બારીઓ ખુલ્લી રાખો. ખુલ્લી હવામાં સુવો. સૂર્યોદય પહેલાં ખુલ્લી હવામાં ફરો. ♦ ખુલ્લા વાતાવરણમાં અને સ્વચ્છ હવા મળે તે રીતે દૈનંદિન કામકાજ કરો. આકાશ ઃ શરીરમાં આકાશનો પ્રતિનિધિ ઉપવાસ છે. અઠવાડીયે એકવાર માત્ર ઉકાળેલું પાણી લઈ ઉપવાસ કરો. ♦ ઉપવાસથી મન શાંત થાય છે. શરીર શુદ્ધ થાય છે. ઈન્દ્રિયો ગતિશીલ થાય છે. વ્યાયામ ઃ પ્રાણાયામ, સૂર્યનમસ્કાર અને યોગાસન કરવાથી લોહીનું ભ્રમણ વ્યવસ્થિત બને છે. સવારે ૧૫ મીનીટ હળવો વ્યાયામ, ઝડપથી ચાલવું સ્વસ્થ શરીર માટે જરૂરી છે. માલિશ : તલ, સરસવ કે ક્ષીરબલા તેલથી શરીરને અઠવાડીયે એકવાર માલિશ કરાવો. ૭ માલિશથી પ્રત્યેક અંગ પુષ્ટ બને છે. માલિશ પછી ૩૦ મીનીટ સૂર્યપ્રકાશ લેવાથી શરીર ક્રિયાશીલ બને છે. ભોજન : દિવસમાં ફક્ત બે વખત બપોરે અને સાંજે કુદરતી તત્ત્વોવાળું શાકાહારી ભોજન જ લેવું જોઈએ. સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલા લાભદાયી છે. છ ફ્રીઝ કે કોલ્ડ સ્ટોરેજની સંઘરેલી વસ્તુઓ નુકશાનકર્તા છે, તેથી તાજી વસ્તુઓ જ લેવી જોઈએ. ♦ ભોજન કરતી વખતે મૌન રહેવું, એકાન્ત સ્થળે અને શુદ્ધ વાતાવરણમાં સ્વચ્છતા જાળવી ભોજન કરવું. ક્રોધ કે હતાશા કરેલું ભોજન નુકશાન કરે છે. ભૂખ્યા પેટમાં ૨૫% જગ્યા ખાલી જ રાખવી જોઈએ. ૨૧ સુતી વખતે ઈશ્વરનું સ્મરણ કરતાં, બધી જ સાંસારીક બાબતો ભૂલી જવી જોઈએ. સદાચાર : સૃષ્ટિનાં કોઈપણ જીવને મન, વચન કે શરીરથી દુ:ખ ન પહોંચે, આપણી જાત પર સંયમ રહે અને સૌ સાથે પ્રેમ કેળવાય તેમ જીવો. ૭ ઈર્ષ્યા, દ્વેષ, અભિમાન કે ધૃણા ત્યજો. સત્યનિષ્ઠ વચનો બાલો અને સદાચાર આચરણ કેળવો. ૭ જીવનનિર્વાહ માટે ૪રૂરી કરતાં વધારાની વસ્તુઓ, સંપત્તિનો સંગ્રહ ન કરતાં પરોપકાર-દાન દ્વારા સમાજની ભલાઈ અને સમાજના વિકાસમાં યોગદાન આપો. ♦ શરીર, પ્રાણ, ઈન્દ્રિયો અને મને, લોભ અને તૃષ્ણા છોડી, કાબુમાં રાખી પ્રસન્નતાથી રહેતાં શીખો. ૭ આત્મજ્ઞાન કરાવતાં શાસ્ત્રોનું પઠન-પાઠન, ચિંતન-મનન, ઉશ્વરની નિકટતાનો અનુભવ, કર્મફળ ભોગ વતાં કર્મની નિર્જરા જ સુખી જીવનનો મહામંત્ર છે. ૭ સામાયિક-પૂજા-સત્સંગ-ધ્યાન-ભજન-જાપ-પ્રાર્થનાથી આત્મબળ વધે છે. સાત્વિકતા આવે છે, નિરાશા અને માનસિક વિકારો દૂર થાય છે, માટે ૧૦ મીનીટ નિયમિત રીતે પરમાત્માનું ધ્યાન-પૂજન કરો. ૭ દિવસ દરમ્યાન બે કલાક આત્મ-પ્રવૃત્તિ કરવી જ જોઈએ, જેનાથી ચિત્તપ્રસન્ન રહે છે. ૨૦૦

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298