Book Title: Kalapurna Sanskar Shibir
Author(s): Chittaprasannashreeji, Chittaranjanashreeji
Publisher: Kalapurna Sanskar Shibir

View full book text
Previous | Next

Page 280
________________ પરિશિષ્ટ (૧૦) પયસ્વિની (૧૧) વારુણી (૧૨) અલંબુષા (૧૩) વિશ્વોદરી (૧૪) યશસ્વી આ ૧૪ નાડીમાં ઈડાપિંગલા-સુષુમ્હા જ મુખ્ય છે. આ શરીરમાં જે શારીરિક કાર્યો થાય છે તે બધાં વાયુની સહાયથી થાય છે, એટલે કે આ દેહ એક યંત્ર છે, અને વાયુ તેનો ચાલક–બળ છે. તેથી વાયુ ઉપર કાબુ મેળવવો જ જોઈએ. વાયુ ઉપર કાબૂ આવે એટલે મન ઉપર કાબૂ આવે છે. તેનાથી ઈન્દ્રિય જય થાય છે. તેનાંથી સિદ્ધિ મળે છે. એટલે વાયુ મહત્ત્વનું તત્ત્વ છે. આપણા શરીરમાં હૃદયપ્રવેશની અંદર અનાહત ચક્ર છે તેની વચ્ચે ત્રિકોણાકાર પીઠ ઉપર વાયુબીજ મૈં રહેલું છે તેને પ્રાણવાયુ (ઓક્સિજન 02) કહે છે તે શરીરમાં જુદા જુદા ભાગમાં રહીને શરીરના અલગ અલગ કાર્યો કરે છે. તેથી આજ પ્રાણવાયુ દશ નામોથી ઓળખાય છે. પ્રાણ-અપાનસમાન-ઉદાન-વ્યાન-નાગ-સૂર્ય-કૃકરદેવદક્ષ-ધનંજય, આ દશ વાયુઓમાં પ્રાણાદિ પ્રથમ પાંચ અંતઃસ્થ છે અને નાગાદિ ૫ વાયુ બહિ:સ્થ છે. ૧) A) નાકથી શ્વાસોચ્છવાસ લેવો, પેટમાં ગયેલા B) અનાજ-પાણીને પચાવીને અલગ કરવા c) નાભિસ્થલમાં અનાજને વિષ્ટારૂપે) પાણીને પરસેવો-પેશાબ રૂપે અને E) રસાદિને વીર્યરૂપે પરિણમાવવું – આ પાંચ કાર્યો પ્રાણવાયુ કરે છે. ૩) તૈયા૨ ૨સોને ૩ા લાખ નાડીઓ (નસશિરા-ધમનીઓ) માં પહોંચાડીને દેહને પુષ્ટ કરવો તેમજ પરસેવો બહાર કાઢવાનું કાર્ય સમાનવાયુ કરે છે. આંગોપાંગનાં સાંધા તથા અંગોના વિકાસનું કાર્ય ઉદાન વાયુ કરે છે. ૫) કાન-આંખ-ગરદન-ગાલ-સ્વર અને કમ્મરના નીચેના ભાગની ક્રિયા વ્યાનવાયુ કરે છે. ૬) ઓડકાર વગેરે નાગ વાયુ, સંકોચન વિગેરે કૂર્મ વાયુ, ભૂખ-તરસ વગેરે કૃકર વાયુ, નિદ્રા-તન્દ્રા વગેરે દેવદત્ત વાયુ અને શોષણ વગેરે ધનંજયવાયુ કરે છે. ૪) વિસર્જિત કરવું, ગુદામાંથી મળ વિસર્જિત કરવું, અંડકોષમાં વીર્ય મૂકવું, મેંદ્ર, ઉરુ, જાનુ, કમ્મર બન્ને જાંધ દ્વારા કાર્ય કરવું એ અપાનવાયુ કરે છે. વાયુના આ બધા ગુણો જાણીને પથ્યાપથ્ય પાલન કરનાર અને પ્રાણાયામકસરત કરનારા પોતાના શરીર ઉપર ઈચ્છા પ્રમાણે સ્વસ્થતા નીરોગિતા દૃષ્ટિ-પુષ્ટિ પામે છે. આપણે એડવર્ટાઈઝની ભરમારમાં બચપણથી જ એજ્યુકેશન-ફેશન-વ્યસનકેરિયર-સર્વિસ-બિઝનેસનાં ટેન્શનમાં મોર્ડન લાઈફ સ્ટાઈલથી દિવસ-રાત યંત્રોની સાથે યંત્રવત્ જીંદગી જીવતાં શરીરના મુખ્ય આધાર પ્રાણવાયુને ભ્રષ્ટ કરી નાંખ્યો. ૨) પેટમાં અન્નાદિને પચાવવા, અગ્નિને ઉત્તેજિત કરવો, ગુપ્તભાગમાંથી મૂત્ર ૨૦૦ માનવ પ્રકૃતિની સંવાદિતાં (Harmony) ગુમાવી બેઠાં. પરિણામે ૧૭–૧૮

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298