Book Title: Kalapurna Sanskar Shibir
Author(s): Chittaprasannashreeji, Chittaranjanashreeji
Publisher: Kalapurna Sanskar Shibir

View full book text
Previous | Next

Page 285
________________ પરિશિષ્ટ ૨) પોતાના માળામાં નિયમિત ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવો જેમને જીવતાં રહેવું છે, તેમણે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ, ભવિષ્ય માટે નાની રકમ પણ બચાવવી જોઈએ, જેથી મુશ્કેલીમાં ભૂખે મરવાનો કે બીજા પાસે હાથ લંબાવવાનો-લાચારીનો પ્રસંગ આવતો નથી. ૩) કાગડો સતત સાવધાન રહે છે જેથી એનો શિકાર થઈ શકતો નથી, કાગડાની સહેજ નજીક જઈએ કે એ તરતજ ઉડી જાય છે. આપણે પણ સતત સતર્ક રહેવું જોઈએ, ગફલતમાં રહેવું નહિં, જેથી કોઈ નુકશાન ન પહોંચાડી શકે. ૪) કોઈનો વિશ્વાસ કરતો નથી રાજકારણમાં અને ધંધામાં ટકી રહેવું હોય તો આ ગુણ જરૂરી છે. સત્તા કે પૈસાની બાબતમાં સગા ભાઈનો પણ વિશ્વાસ કરવો નહિં. ૫) જાતભાઈને મદદ કરવાનો ગુણ છે. આપત્તિ આવે ત્યારે કાં-કાં કરીને પોતાના જાતભાઈને ભેગા કરી દે છે અને બીજા કાગડાઓ પણ બધા કામો પડતા મૂકીને તેની મદદમાં જાય છે. જે કોમમાં કે જ્ઞાતિમાં પોતાના જાતભાઈને મદદ કરવાનો ગુણ છે, તે જ્ઞાતિનો ઝડપી વિકાસ થાય છે. કૂતરો : કૂતરા પાસેથી ૬ બાબતો શીખવી જોઈએ. ૧) કૂતરો ભોજન મળે ત્યારે પેટ ભરી ૨) ૩) ગમે ત્યારે ઘસઘસાટ ઉંઘી શકે છે. ૪) જરાક સળવળાટ થાય કે જાગી જાય છે, જેણે ઘણા બધા કાર્યો કરવા છે, તેને શ્વાન નિદ્રા હોવી જોઈએ. ગાંધીજી પણ ગમે ત્યારે ઉંઘી અને જાગી શકતા હતા. ૫) માલિક પ્રત્યે વફાદાર હોય છે. બંગલાનો ચોકીદાર કદાચ રાતે સૂઈ જાય, પણ કૂતરો જાગીને માલિકની સંપત્તિની ચોકી કરે છે. ૬) જમી લે છે. ખાવાનું ન મળે, ત્યારે પણ સંતોષથી રહે છે... મધ્યમ વર્ગ આ કળા શીખવી જોઈએ. સંસારમાં બધા દિવસો એક સરખા નથી હોતા, પુણ્યનાં ઉદયમાં સુખ આવે તો નિર્લેપ ભાવે ભોગવી લેવું અને પાપના ઉદયમાં દુઃખ આવે તો હાયવોય કરવી નહિં. ૨) ગધેડો ઃ માણસ જાત જેને હલકું પ્રાણી માને છે તે ગધેડા પાસેથી પણ ૩ ગુણ ગ્રહણ કરવા જોઈએ. ૧) ૧ તે માટે લડવું પડે તો કૂતરો પીછેહઠ કરતો નથી. ગધેડો ગમે તેટલો થાકેલો હોય તો પણ માલિકનું કામ કરવાની ના પાડતો નથી. ગધેડા જેવું મહેનતુ પ્રાણી ભાગ્યે જ બીજું જોવા મળશે. માટે જ આજે પણ ગામડામાં માલ-સામાનની હેરફેર માટે ગધેડાનો ઉપયોગ કરવામાં આવે છે. જે નોકરો આળસ કરતાં નથી તેઓ

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298