________________
પરિશિષ્ટ
માનવ ! તું મહાન ...!
કમ્પ્યુટર યુગની ૨૧ મી સદીની મોટી કમનસીબી છે કે મનુષ્ય ૨ વર્ષ થી ૨૫ વર્ષ સુધીની ઉંમરમાં સ્કુલ-કોલેજનાં ટ્યુશનિયા અભ્યાસમાં જીંદગીનાં અત્યંત કિંમતી વર્ષો અને લાખો રૂા. ખર્ચીને દુનિયાભરનાં બિનજરૂરી વિષયોનું જ્ઞાન મેળવે છે. યુવાનીનાં વર્ષો સંપત્તિ અને ભૌતિક સુખ-સામગ્રી ભેગી કરવામાં અને ભોગવવામાં પસાર કરે છે, પરંતુ અફસોસની વાત છે કે, જીંદગીનાં અંતિમ શ્વાસ સુધી જે શરીર સાથે રહેવાનું છે, ભેગી કરેલી ભૌતિક સામગ્રીનો ભોગવટો જે શરીર દ્વારા જ કરવાનો છે અરે, જીંદગીની પ્રત્યેક ક્ષણો જે શરીરને આધારે જ વીતાવવાની છે તે શરીરનું જ તેને જ્ઞાન નથી તેનાં ઉપયોગનું ભાન નથી, તેથી જ ભંગારમાંથી પૈસા પેદા કરવામાં એની બુદ્ધિ દોડે છે પણ, પોતાના શરીરનો અને તેની શક્તિનો વિચાર સુધ્ધાં આવતો નથી.
હું કોણ ? આ શરીર શું ? તે શાનું બનેલું છે ? તેના શું ધર્મ છે ? આ દરેક મનુષ્ય શરીરને સમજે તો જ પોતાના અસ્તિત્ત્વનો યથાર્થ ઉપયોગ કરીને જીવન સફળ કરી શકે.
આજનાં વૈજ્ઞાનિકો શરીર સંબંધી જાણવાની વર્ષોથી મથામણ કરી રહ્યાં છે, છતાં આપણા ઋષિમુનિઓ (વૈજ્ઞાનિકો)એ હજારો વર્ષ પહેલાં જે જણાવ્યું છે એનો અંશ પણ તેઓ જાણી શક્યા નથી..! શાસ્ત્રમાં જે વિગતવાર સમજાવ્યું છે તે લખવા જઈએ તો મોટો ગ્રંથ લખાય છતાં જરૂરી થોડી વાતો આપણે અહિં કરીશું..!
આ માનવ શરીર અનેક રહસ્યોનો ભંડાર છે. મંત્રવિદોની ભાષામાં સમસ્ત બ્રહ્માંડની એક નાનકડી આવૃત્તિ છે, એટલે કે બ્રહ્માંડમાં જેટલી શક્તિઓ છે તે બધાંના બીજ એમાં રહેલા છે. તેનો કેટલો વિકાસ કરવો તે મનુષ્યના પોતાના હાથથી વાત છે. આ શરીર ૭ ધાતુ (રસ-લોહી-મેદમાંસ-હાડકાં અને શુક્ર (વીર્ય કે રજ)નું બનેલું છે પણ, તેનું સાચુ નિર્માણ પંચભૂત (પૃથ્વી-જલ-તેજ-વાયુ-આકાશ) માંથી થયેલું છે. તેથી તેને ભૌતિક દેહ કહેવાય છે. આમ તો આ શરીર નિર્જીવ જડ છે, પરંતુ ચૈતન્યરૂપી પુરુષ (આત્મા) ને કારણે જીવંત છે. આત્મા ચાલ્યો જાય ત્યારે તે મડદું બની જાય છે.
जो हुआ अच्छा हुआ, जो हो रहाँ है वह अच्छा हो रहाँ है, जो होगा वह भी अच्छा ही होगा...! तुम्हारा क्या गया..? जो तुम रोते हो..? तुम क्या लाये थे जो तुमने खो दिया..? जो आज तुम्हारा है, वो कल किसी और का था, परसों किसी और का होगा..! परिवर्तन संसार का नियम है । क्यों व्यर्थ चिंता તે હો..? ન હી યહ શરીર તુમ્હારા હૈ, ન ઠ્ઠી તુમ શરીર જે હો, બાત્મા તુમ્હારી હૈ, બાત્મા અમર હૈ।
૨૪