________________
વિભાગ-૭
ધોવાય છે કે નહીં. અંગલૂછણાં અને પાટ લૂછણાં અલગ અલગ ધોવાય છે કે ભેગાં ? જો ભેગા ધોવાતા હોય તો ભારપૂર્વક સૂચના આપી અલગ ધોવાનું કહેવું. ઉપાશ્રયનાં કાજા સફાઈ વિગેરે જાતે જોવું. (૧૩) મોં ચોખ્ખું કરવા માટે જે માટલાં રાખ્યા હોય તે, રાત્રે દેરાસર માંગલિક કરતી વખતે માટલાનું પાણી ઠાલવું દેવું અને માટલા કોરા કરવા માટે મુકાવી દેવા, સવારે જયારે પાણી ગાળીને ભરાય ત્યારે કોરામાં જ ભરાય તે જોવું.
(૧૪) વપરાયા પછી જે સુખડ વધે તે એક થાળીમાં પથરાવી દેવું પણ વાડકામાં એમનું એમ રાખી ન મૂકવું, વાસી સુખડ-કેસરનો દોષ લાગે બધું ભેગું થાય ત્યારે તેનો વાસક્ષેપ તૈયાર કરાવવો.
(૧૫) શાન-પૂજાની ૨કમ હોય તે જ્ઞાનક્ષેત્રમાં જ વાપરવી જોઈએ, જ્ઞાનભંડારની સુરક્ષા એ ઘણી અગત્યની બાબત છે, તેને વિસ્તારથી સમજવી.
(૧૬) પ્રાચીન શાસ્ત્રોનું સંરક્ષણ એ આજકાલની ઘણી અગત્યની વાત છે, જ્ઞાનદ્રવ્ય આલતુ-ફાલતુ સાવ ગુજરાતી પુસ્તકોમાં ન વપરાય તો સારૂં, કયારે ય પણ જ્ઞાનદ્રવ્યને કોઈની સાથે મસલત કર્યા વિના દેવદ્રવ્યમાં તબદીલ-ટ્રાન્સફર ન કરવું જો એમ કરવામાં આવે તો મહા દોષ
લાગે છે. (૧૭) જીવદયાની રકમની કયારે પણ એફ. ડી. ન કરવી, હજાર બે હજારની રકમ એ ખાતે ઉધાર બોલવી જોઈએ. (૧૮) કોઈક તીર્થના જીર્ણોદ્વારમાં કે કોઈક સંઘમાં દેવદ્રવ્યની અમુક રકમ અપાઈ હોય અને તે માટે સંસ્થા બહુમાન ક૨વા ઈચ્છે તો બહુમાન વહીવટદારોથી ન લેવાય. એ રકમ સકળ સંઘની છે. તેના બહુમાનના આધિકારી માત્ર પોતે નથી તેવી સ્પષ્ટતા વહીવટદારના મનમાં હોવી જોઈએ. સકળ સંઘનો ચોપડો એક છે. આ બધા સંઘો તેની બ્રાંચ-શાખા છે.
(૧૯) દેરાસરમાં દેવ કે દેવીની સ્વતંત્ર અલગ દેરી બનાવી હોય તો તે માટેની રકમ દેવદ્રવ્યમાંથી વપરાઈ હોય તો તે તે જે તે દેવ કે દેવીના ખાતે ઉધારવી. ક્રમશઃ એ દેવ કે દેવીની જે આવક થાય, પ્રતિષ્ઠામાં આવક થાય, તે તે આવક દેવદ્રવ્યમાં વ્યાજ સાથે જમા કરાવવી જરૂરી છે. તે દેવીની ચુંદડીઓ આવે તેમાંથી સુંદર ધ્વજા-પતાકા બનાવરાવી શકાય. (૨૦) જે તીર્થમાં શિખર ઉપરની ધજા
વારંવાર નવી ચઢાવાતી હોય તે તીર્થની તે તે ઉતારેલી ધજા નવા જેવી હોય તો અન્ય તીર્થોમાં જરૂરિયાત પ્રમાણે મોકલી શકાય, કારણ કે પ્રશ્ન એ થાય છે કે આવી ઉતારેલી ધજાને પછીથી શું ઉપયોગમાં