Book Title: Kalapurna Sanskar Shibir
Author(s): Chittaprasannashreeji, Chittaranjanashreeji
Publisher: Kalapurna Sanskar Shibir

View full book text
Previous | Next

Page 266
________________ વિભાગ-૭ તમાકુ : કપડાનાં કે પુસ્તકોનાં કબાટમાં તમાકુનો પાન મૂકી રાખવાથી જીવાત થતી નથી. ચૂનો ઃ ઉકાળેલા પાણીમાં ચૂનો નાંખવાથી ૭૨ કલાક સુધી તે અચિત રહે છે ચૂનાથી ઘોળેલી દિવાલો પર જીવજંતું જલ્દી આવતા નથી લાકડાના ફર્નિચરમાં કોરો ફોડેલો ચૂનો ઘસવાથી ફર્નિચરમાં જીવાત થતી નથી. સૂકા ચૂનાનો વિવેક પૂર્વક ઉપયોગ બાથરૂમ-મોરીની આસપાસ કરવાથી વાંદા બહાર આવતા નથી. ડામર : ડામર ઉપર નિગોદ થતી નથી, ડામર ઉધઈની ઉત્પત્તિ પણ અટકાવે છે. કેરોસીન : ચામડી ઉપર કેરોસીન, લીંબોળી તેલ, સંતરાનું તેલથી મચ્છર કરડતા નથી. જમીન પર કેરોસીનવાળા પાણીનું પોતું ફેરવવાથી કીડીઓ આવતી નથી. માંકડ, ઉધઈ, વાંદા, કીડી વિગેરે જીવાતો આવતી નથી. રાખ ઃ કીડીની લાઈનની આજુબાજુ રાખ ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. અનાજ રાખમાં રગદોળીને ડબ્બામાં ભરવાથી સડતું નથી. કપૂર ઃ કપૂરની ગોટીની ગંધથી ઉંદરો દૂર ભાગે છે, ઘરમાં ઉંદર ખૂબ દોડત હોય ત્યારે કપૂરની ગોટી મૂકી રાખવાથી તેની અવરજવર ઓછી થઈ જાય છે. કપૂરનો પાવડર આજુબાજુ ભભરાવવાથી કીડીઓ પણ ચાલી જાય છે. ગંધારોવજ ઃ લાકડાના કબાટમાં ગંધારોવજ રાખવાથી વાંદા થતા નથી. હળદર કંકુ : કંકુ હળદર ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. ગેરૂ : ગેરૂથી દિવાલ ઘોળવાથી ઉધઈ થતી નથી. રંગ-વાર્નિશ-પાલિશઃ લાકડા પર નિગોદ અને જીવોત્પતિ અટકાવવા માટે. કડવા લીમડો : સુકાપાનના ધુમાડાથી મચ્છર દૂર રહે છે. ફીનાઈલગોળી : બાથરૂમ, વોશબેસિનની જાળી, મોરીની આસપાસ ઉપયાગ કરવાથી વાંદા બહાર આવતા નથી. * ભૂલોને જે તરત ભૂલે ભૂલોને જે ૬ મહિને ભૂલે ભૂલોને ન જ ભૂલે ૨૫૨ તે ભગવાન છે. - . તે ઈન્સાન છે. – તે શેતાન છે. —

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298