________________
વિભાગ-૭ પાણી ઓછામાં ઓછું ઢોળો, ભીનાશથી પુષ્કળ જીવો પેદા થાય છે. ખાદ્યપદાર્થ બહાર ન ઢોળો ખોરાકના વેરાયેલા કણથી આકર્ષાઈને જીવો દોડી આવે છે. એઠું ન મુકો એઠવાડ મોરીમાં ઢોળવાથી અને ખાળમાં જવાથી વાંદા વગેરે પુષ્કળ જીવો ઉત્પન્ન થાય છે. હવા-ઉજાસનો અવરોધ ન કરો, બારી બારણાં બંધ રાખી કુદરતી હવા અને સૂર્ય પ્રકાશનો અવરોધ કરવાથી જીવોત્પતિની શક્યતા વધે છે. ખાદ્યપદાર્થના વાસણો ચુસ્ત બંધ રાખો, અથાણાંની બરણી વગેરે બરાબર બંધ ન થયા હોય તો તેની સુગંધથી જીવો આકર્ષાય છે. ખાદ્યપદાર્થો વાસી ન રાખો, તે તે ખાદ્યપદાર્થોની તે તે કાળમર્યાદાનું ઉલ્લંઘન થવાથી જીવોત્પતિની સંભાવના વધે છે. ફર્નિચર ઓછું રાખવાથી જીવોત્પતિ ઓછી થાય છે. ટ્યુબલાઈટ પર કડવા લીમડાની પાનવાળી ડાળી બાંધવાથી, ફુદા આવતા નથી. કફ, થુંક, બળયા, શ્લેષ્મ, ખાદ્યપદાર્થોનાં રેપર, થેલી જ્યાં ત્યાં ફેંકવાથી ત્રસ જીવોની હિંસાનું પાપ લાગે છે.
મોરના પીછાં મોરના પીછાં મુકી રાખવાથી કે હલાવવાથી સાપ અને ગરોળી દૂર
ભાગી જાય છે. કાળા મરી: કેસરની ડબ્બીમાં કાળા મરીના દાણાં મૂકી રાખવાથી ભેજને કારણે
થતી જીવોત્પતિ અટકે છે. ડામરની ગોળી કપડા કે પુસ્તકોના બેગ- કબાટ વગેરેમાં ડામરની ગોળીઓ મૂકી
રાખવાથી જીવોત્પતિ થતી નથી. પારોઃ અનાજમાં પારાની થેપલી મુકવાથી અનાજ સડતું નથી, જીવાત પડતી
નથી. દીવેલઃ ચોખા, ઘઉં, મસાલા વગેરે દીવેલથી મોવાથી જીવાત પડતી નથી,
દીવેલની ગંધથી કીડીઓ દૂર ભાગે છે. ઘોડાવજ પુસ્તકોનાં કબાટમાં ઘોડાવજ મૂકી રાખવાથી જીવાત થતી નથી.