________________
પડી;
શરીર રોગનું ઘર કહેવાયે, ક્યારે ફૂટે ઘાણી, નીરોગી રહેવા આયુર્વેદના, નિયમ લેવા જાણી; પર્યાવરણની રક્ષા કરે છે, તેની કક્ષા ઊંચી, સારાયે વિશ્વના આરોગ્યની, આયુર્વેદમાં કુંચી. વિલાયતી દવાની ગોળી, કરશે જીવનની હોળી. અપ્રાકૃતિક ખાનપાનથી, લેવી પડે છે ગોળી; નિર્દોષ છે દેશી દવાઓ, વિલાયતી છે ઝેર, વિલાયતીના વિષચક્રથી, વર્તે કાળો કેર. આયુર્વેદ રક્ષણ કરે, ને વિલાયતી કરશે ભક્ષણ, આયુર્વેદનું લેવું શિક્ષણ, ને રોગનું જાણે લક્ષણ; પિત્તદોષથી અંગ જલે, ને કફદોષથી ખાજ, વાયુદોષથી દુખાવો, ને ત્રણ કરે છે. રાજ. રોગ ઉત્પત્તિ કારણ જાણી, તેને કરવા દૂરે, ઔષધ વિના રોગ મટે, ને ફેર કદી ના કરે; જીવન જીવે નિયમથી, તે દવા વિના નિરોગી, અનિયમિત જીવનથી રહે, દવા ખાઈને રોગી. ઋતુચર્યા ને દિનચર્યા, રાત્રિચર્યા જે જાણે, આરોગ્યના નિયમ પાળે, નિરોગ સુખ તે માણે; ખાનપાન ગુણધર્મો જાણે, હિત-મિત પથ્યને જાણે, મિતાહારથી લાંબુ જીવે, ખાઉધરાઓ જલદી જાયે,
અપથ્યના સેવનથી, આરોગ્યની આશા વ્યર્થ છે, પથ્યપાલનથી રહે નિરોગી, આર્યુવેદ સમર્થ છે; આહાર એ જ ઔષધ છે, ત્યાં દવાનું શું કામ છે? આહારવિહાર અજ્ઞાનથી, દવાખાનાં જામ છે. ખાવુંપીવું પેટને પૂછી, ઔષધ લેવું વૈધને પૂછી, મુહૂર્ત કરે જોષીને પૂછી, અન્ન લાવે અસલને પૂછી; ગુણવત્તા ઊંચી ખાનપાનની, અસલ જે પરખે, દવાખાના તો દૂર રહે, ને રોગ કદી ના ભરખે. માનવપ્રાણી છે અન્નાહારી, નહિ તે શાકાહારી, અન્નાહારી હુષ્ટપુષ્ટ, ને માંસાહારી દુષ્ટ બને; જીવન ટકે છે અન્નથી, ને જીભને ગમે છે મેવા, પેટ માગે ત્યારે આપીએ, તે સૌથી મોટી સેવા. રોજ સવારે ઝાડે ફરવા, ઠાંસીને નવિ ખાયે, માથું ઠંડુ થાય, વૈધજી ટાઢા પાણીયે ન્હાય; રાટો વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળબુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. ભોજનપાણી સર્વે કામ, સૂર્યપ્રકાશની સાથે, તનમનને વિશ્રામ આપે, ચંદામામા રાતે; ધૂપ કરે અસલી ગુગળ, ને દીવા કરે છે ઘી, સાંજસવારે ધૂપદીપથી, થાયે વાયુ શુદ્ધિ.
વિભાગ-૫