________________
વિભાગ-૬
ઝેરી ક્ષારનાં દ્રાવણની પદ્ધતિ:
ગર્ભાશયમાં આ દ્રાવણ પિચકારી દ્વારા નાખવામાં આવે છે, એનાથી બાળક બળીને ગૂંગળાઈને મરી જાય છે.
(iiiiiiLE
હિસ્ટરોલોજી (નવું સીઝેરીયન) :
પેટ ઉપરની ચામડી ચીરીને ગર્ભાશય ખોલીને જીવતા બાળકને બહાર કાઢીને તેને હથિયારથી છેદીને કચરાપેટીમાં નાંખે છે.
સાવધાન... મ
આપણા કેટલાક ભારતીય ડોક્ટરો પણ અમેરિકન દવા કંપનીઓને અને મલ્ટીનેશનલ કંપનીઓને વેચાઈ ગયા છે. ડો. સંજય ગુપ્તા નામના ભારતીય ન્યુરોસર્જન સી. એન. એન. ના મેડિકલ કોરસપોન્ડન્ટ છે જાણે તે યુરોપ-અમેરિકાના ડેરી ઉદ્યોગના દલાલ હોય તેમ લખે છે કે કામ કરનારી માતાઓએ તેના નવા જન્મેલા બાળકને બાર મહિનાના લાંબા સમય સુધી ધવરાવવું ન જોઈએ.. ! હકીકતમાં ગામડામાં સ્ત્રીઓ સદીઓથી ખેતરમાં કામ કરતી આવી છે. તે સ્ત્રીને બાળક બે વરસનું હોય કે અઢી વરસનું થાય ત્યાં સુધી ધાવે છે. યુરોપમાં માલુમ પડ્યું છે કે ડેનમાર્કના સર્વે પ્રમાણે) માતાને ધાવીને ઉછરેલા બાળકો વધુ સ્માર્ટ થાય છે. અમેરિકન મેડિકલ એસોસિએશને પણ આ વાત કબૂલ કરી છે. માણસની સરેરાશ આઈ. કર્યુ. ૧૦૦ હોય છે પણ માતાને ધાવનારા બાળકનું આઈ. કર્યું. છ પોઈન્ટ ઉંચું માલુમ પડ્યું છે. ૩૨૫૩ જેટલા ડેનીશ બાળકોનો સર્વ કરાયો. માતાને લાંબુ ધાવનારા બાળકો મોટા થતાં હોસ્ટિલમાં ઓછા દાખલ થાય છે તેને જલ્દી ઈફેકશન લાગતું નથી. ડાયોરીયા અને એલર્જી ઓછા થાય છે તેમ જ શ્વાસના દર્દો ઓછા થાય છે. જન્મીને બોટલનું દૂધ પીનારી ઘણી મુંબઈની છોકરીઓને મેં નાનપણથી દમના રોગથી પીડાતી જોઈ છે.
શહેરની સ્ત્રીઓ માને છે કે લગ્નની મઝા ૨-૩-૪ વર્ષ બાળકની જંજાળ વગર મહાણી લો. પછી નિરાંત બાળક કરીશું. જગતમાં આજે ૧૦ કરોડ સ્ત્રીઓ બર્થ કંટ્રોલ પીલ્સ જે કેન્સર કરે છે તે લે છે, પણ બ્રિટનમાં માલુમ પડ્યું છે કે ગર્ભનિરોધક ટીકડી લેનારી ર૫ ટકા સ્ત્રીઓને પછી બાળક જ થતું નથી. હરેક ચીજની મોસમ હોય છે. મોસમમાં સમયસર પાક લણી લેવો જોઈએ. • કાંતિ ભટ્ટ, ગુજરાત સમાચાર
૨૦૩