________________
વિભાગ-૬
પેરેન્ટિંગ એક આર્ટ છે..!
જરૂર છે સંતાનોનું સાચુ કલ્યાણ કરી શકે તેવાં માબાપોની
કોઈ પણ વ્યકિતને કોઈ ગંભીર જવાબદારી સોંપવી હોય તો તેને તે માટે તાલીમ આપવી પડે છે. આજે ડોકટર, પ્રોફેસર, ડ્રાઈવર, ઈલેક્ટ્રિશિયન, પ્લમ્બર વિગેરે કોઈ પણ વ્યવસાય માટે વિશેષ તાલીમની અને લાઈસન્સની પણ જરૂર પડે છે. તેની સામે ‘‘દુનિયાની જે ગંભીરમાં ગંભીર જવાબદારી ગણાવી શકાય તે, બાળકો પેદા કરવા માટે અને તેમનો ઉછેર કરવા માટે કોઈ તાલીમની કે કોઈ લાઈસન્સની જરૂરિયાત ગણવામાં નથી આવી’'. પુખ્ત ઉંમરનાં કોઈપણ સ્ત્રી-પુરૂષ આ કાર્ય કરી શકે છે, અને તેને કારણે જ આજે જે નવી પેઢી તૈયાર થઈ રહી છે તે અનાથ જેવી બનતી જાય છે. તેમને જિંદગી જીવવાનું સાચું માર્ગદર્શન કોઈ આપતું જ નથી.
આજે મા-બાપોને બાળકો તરફ જોવાની ફુરસદ જ નથી. પપ્પા બિઝનેસ મિટિંગોમાં અને ટુરમાં વ્યસ્ત હોય છે. તેમને પૈસા કમાવા સિવાય કોઈ જ ચીજની ફુરસદ નથી હોતી. મમ્મી નોકરી કરતી હોય તો બાળકો ભાડૂતી બેબી સિટર પાસે જ મોટા થાય છે. મમ્મી નોકરી ન કરતી હોય તો પણ તેને શોપિંગમાંથી અને કિટ્ટી પાર્ટીઓમાંથી ફુરસદ નથી હોતી. શ્રીમંત પરિવારના બાળકો આયાઓ અને નોકરો
|૨૦૪
પાસે મોટા થાય છે. તેમને પૈસાની કોઈ ફિકર નથી હોતી. બાળક આખો દિવસ ટી.વી. સામે ચોંટીને બેસી રહે અને કોલ્ડડ્રિન્કસની બોટલ ફ્રિજ ખોલીને ગટગટાવ્યા કરે, તેથી મમ્મીને કંઈ જ ફરક નથી પડતો. આજે પંદર વર્ષની છોકરી મોબાઈલ ઉપર પોતાના બોયફ્રેન્ડ સાથે કલાકો સુધી ખાનગી વાતો કરે છે. માબાપોને એ જાણવાની પણ ફુરસદ નથી કે આ દીકરી શું વાતો કરી રહી છે ? કોની સાથે વાતો કરી રહી છે ?
આજે સ્કુલો આટલી લૂંટફાટ ચલાવે છે, તેનું કારણ બેડ પેરેન્ટિંગ છે. પપ્પાને કે મમ્મીને પોતાનું બાળક શું ભણે છે, તે જોવાનો કે વિચારવાનો પણ સમય નથી. તો પછી તેને ભણાવવાનો તા સમય જ ક્યાંથી હોય ? એટલે તેઓ માની લે છે કે એક પેરન્ટ તરીકે તેઓ જે નથી કરી શકતા તે સારી સ્કૂલમાં પૈસા ફેંકીને કરી શકાશે. સારી સ્કૂલ એટલે શું ? તે વિચારવાનો પણ આ મમ્મી-પપ્પાને ટાઈમ નથી. જે સ્કૂલ સૌથી વધુ ડોનેશન પડાવે એ સૌથી સારી સ્કૂલ એવી અણઘડ તેમની વ્યાખ્યા હોય છે. આ સારી કહેવાતી સ્કૂલમાં શું ભણાવવામાં આવે છે, કેવી રીતે ભણાવવામાં આવે છે અને તેનાથી બાળકને હકીકતમાં કેટલો ફાયદો થાય છે, તેનો